Home /News /gujarat /

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 'શરમ' નેવે મૂકી? આખરે મહેશ આસોદરીયા સહિતના બુકીઓની શોધખોળ કરી શરુ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 'શરમ' નેવે મૂકી? આખરે મહેશ આસોદરીયા સહિતના બુકીઓની શોધખોળ કરી શરુ

ઝડપાયેલા આરોપીઓ

Rajkot News: રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડી પાડેલા બે જેટલા આરોપીઓએ બુકી તરીકે મહેશ આસોદરીયાનું નામ આપ્યું છે.

રાજકોટ: હાલ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ની (IPL 2022) ટુર્નામેન્ટ ચાલી રહી છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ (Rajkot Crime branch) અને સ્થાનિક પોલીસ દ્વારા મેચ પર સટ્ટો રમનાર તેમજ રમાડી રહેલા વ્યક્તિઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડી પાડેલા બે જેટલા આરોપીઓએ બુકી તરીકે મહેશ આસોદરીયાનું (Mahesh Asodariya) નામ આપ્યું છે. મહેશ આસોદરીયા નામજોગ પોલીસ ફરિયાદ નોંધાતા સહકારી જગતમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ત્યારે કોણ છે આ મહેશ આસોદરિયા અને શું છે તેનું ક્રાઈમ કનેક્શન તે જાણીએ

ક્યારે છોડશે ક્રાઈમ બ્રાન્ચ રાજકીય આકાઓની "શરમ"?

રવિવારની રાત્રે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઇપીએલના મેચ પર સટ્ટો રમાડી રહેલા બે જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓની પૂછપરછમાં વધુ ત્રણ વ્યક્તિઓના નામ ખોલવા પામ્યા છે. જે બે વ્યક્તિઓના નામ ખોલવા પામ્યા છે તેમાં રાજકોટ જિલ્લા બેંકના પ્રતિનિધિ તરીકે રાજકોટ લોધિકા સંઘમાં કાર્યરત એવા મહેશ આસોદરીયાનું નામ પણ ખુલવા પામ્યું છે. જ્યારે કે, રાજકોટના અજય મીઠીયા તેમજ મુંબઈના બુકી તરીકે હિમાંશુ પટેલનું નામ પણ સામે આવ્યું છે. ત્યારે હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ દ્વારા ત્રણેય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

લોધિકા સંઘમાં કાર્યરત એવા મહેશ આસોદરીયાનું નામ પણ ખુલવા પામ્યું છે.


ભૂતકાળમાં તત્કાલીન ક્રાઈમ બ્રાન્ચ મૂક્યું હતું ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 51 વ્યક્તિઓનું લિસ્ટ, શું તમામ પર રાખવામાં આવતી હતી મીઠી નજર? 

ગણતરીના મહિનાઓ પૂર્વે રાજકોટ શહેરના તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત તત્કાલીન ક્રાઇમ બ્રાંચના પી.આઈ ગઢવી પી.એસ.આઇ એસવી શાખરા તેમજ રાઇટર યોગી ભાઈ સહિતનાઓ કમિશન કાંડમાં વિવાદમાં આવ્યા હતા. સમગ્ર મામલે પી.આઈ વિરલ ગઢવી, પી.એસ.આઇ એસ.વી ખાખરા અને રાઇટર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે ભૂતકાળમાં તત્કાલિન પી.આઈ ગઢવી દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 51 વ્યક્તિઓનું લિસ્ટ ઓફિસિયલ પોલીસ ગ્રુપમાં મુકવામાં આવ્યું હતું. જે લિસ્ટમાં 31માં વ્યક્તિ તરીકે મહેશ આસોદરીયાનું નામ સામેલ હતું.

આ પણ વાંચો - Rajkot Gold Price: લગ્નગાળાના ટાઈમે સોના-ચાંદીમાં તેજી, ઝવેરીઓમાં ટેન્શનનો માહોલ

ત્યારે વર્ષોથી જે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ મહેશ આસોદરીયા સહિતના દ્વારા રાજકોટ શહેરમાં હજારો કરોડ રૂપિયાની સંખ્યામાં સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો. એજ પોલીસ હવે ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અનુસાર મોટા ગજાના બુકીઓ પર તવાઈ બોલાવી રહી છે. જોકે, આ વખતે પણ ક્રાઈમ બ્રાન્ચ ફરી એક વખત વિવાદમાં સપડાઇ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બંને આરોપીઓની અટક રવિવારે રાત્રે 9:30 કલાકે કરી લેવામાં આવી હતી. તેમ છતાં અટકના 16 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ જય ધોળા દ્વારા ઓફિસિયલ પોલીસમાં પ્રેસનોટ મૂકવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા જે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં પણ મહેશ આસોદરીયા રહેઠાણ રાજકોટ જ લખવામાં આવ્યું છે.

લોધિકા સંઘમાં કાર્યરત એવા મહેશ આસોદરીયાનું નામ પણ ખુલવા પામ્યું છે.


First ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, અન્ય આરોપીઓની બાજુમાં તેમના મોબાઈલ નંબર તેમ જ તેમના સરનામા તેમજ તેમના પિતાનું નામ પણ લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો - રાજકોટમાં સગીરા સાથે દોઢ વર્ષથી બે યુવકો આચરતા હતા દુષ્કર્મ, સાત માસનો ગર્ભ રહેતા થઇ જાણ

આરોપીઓ પ્રાઇવેટ સર્વર બનાવી રમાડતા હતા ક્રિકેટ મેચ પર સટ્ટો : ડીસીપી ક્રાઇમ

મીડિયા સાથેની વાતચીતમાં પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું છે કે, આરોપીઓ પ્રાઇવેટ સર્વર બનાવી મેચ પર સટ્ટો રમાડતા હતા. સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલ સાથે પણ કેટલીક વિગતો શેર કરવામાં આવી છે. તેમજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ક્રિકેટના સટ્ટા સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તે કેસમાં એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવશે. આગામી સમયમાં પોલીસનું ધ્યાન આરોપીઓએ એપ્લિકેશન કોની પાસે બનાવડાવી હતી. અત્યાર સુધીમાં કેટલા પૈસાની લેતી-દેતી કરવામાં આવી છે તેમજ પૈસાની લેતીદેતી કઈ રીતે થતી હતી તે તમામ વિગતો મેળવવામાં આવશે.

પાર્થરાજસિંહની નિમણુંક બાદ ઝડપાશે મોટા ગજાના બુકીઓ ઝડપાશે?

રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ખરડાયેલી છબી સુધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત ડીસીપી ક્રાઈમ તરીકે પાર્થરાજસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં મોટા ગજાના બુકી પકડાઈ છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: IPL 2022, ક્રાઇમ સમાચાર, ગુજરાત, રાજકોટ

આગામી સમાચાર