રાજકોટ શહેરના મોચી બજાર વિસ્તારમાં 27 દિવસ પહેલા ખૂનની કોશિષનો બનાવ બન્યો હતો. જે ગુનામા ફરાર કુખ્યાત ઈભલા ગેંગનો સાગરીત ફારુક કટારીયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જ્યારે કે મુખ્ય સૂત્રધાર ઇભલા સહિત અન્ય આરોપીઓ ફરાર છે.
રાજકોટ શહેરનાએ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોચી બજારમાં 19 ડિસેમ્બર 2020ના રોજ હત્યાના પ્રયાસનો એક બનાવ સામે આવ્યો હતો. જે બનાવમાં મુખ્ય સૂત્રધાર કુખ્યાત ઈભલા ઉર્ફે ઇબ્રાહિમ કરીમભાઈ કાથરોટીયા અને તેની ટોળકીની સંડોવણી હોવાનું ખુલ્યું હતું.
સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો થોડા દિવસો પૂર્વે મોચી બજારના ખાટકી વાસમાં રહેતા અલ્તાફભાઈના પુત્રનું બાઈક થોડા દિવસો પહેલા ઈભલાના ભાઈ સલીમ કાથરોટીયા અને ફિરોઝ કટારિયાએ કેસરી હિન્દ પુલ નજીકથી પડાવી લીધું હતું. ત્યારે બાઇક પરત આપી દેવા માટે અલ્તાફભાઈએ આરોપીના ભાઈને ફોન કરતાં ઝઘડો થયો હતો.
ત્યારે આ ઝઘડાનું વેર રાખીને 19 ડિસેમ્બર 2020ના રોજ નામચીન ઈભલો ઉર્ફે ઈબ્રાહીમ હબીબભાઈ કાથરોટીયા અને તેની ટોળકી દ્વારા મચ્છીપીઠ નજીક અલ્તાફભાઈ અને તેના ભાણેજ અક્રમ ઉપર છરી તેમજ ધોકાથી હુમલો કરી હત્યા કરવાની કોશિશ કરવામાં આવી હતી.
રાજકોટ : 14 વર્ષની દીકરીએ કહ્યું, 'હું કુંતી છું, મને સુર્યદેવના આશીર્વાદથી કર્ણ જેવો વીર પ્રતાપી પુત્ર પ્રાપ્ત થશે'
ત્યારે સમગ્ર મામલે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ પી.એમ. ધાખડાએ જણાવ્યું હતું કે, મારી ટીમના કુલદીપસિંહ જાડેજા, અમિત અગ્રાવત તેમજ પ્રદિપસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, હત્યાની કોશિષમાં ફરાર ફારુક કટારીયા મોરબી રોડ પર આવેલા ઓવરબ્રિજ પાસે આંટાફેરા મારી રહ્યો છે. ત્યારે ચોક્કસ બાતમીના આધારે આરોપી ફારૂક કટારીયાને ઝડપી તેની ધરપકડ કરવામાં આવી છે.
રવિવારે વૃષભ રાશિના જાતકોને રાખવો પડશે ખર્ચ પર નિયંત્રણ, જાણો કેવો રહેશે આપનો દિવસ
આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં આરોપી હત્યાની કોશિશના ગુનામાં ત્રણ વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આરોપી વિરુદ્ધ તમામ ગુના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલાં છે. તો સાથે જ ભૂતકાળમાં આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવામાં પણ આવી છે.
ત્યારે અત્યાર સુધીમાં પોલીસ દ્વારા અગાઉ એક બાળ અપરાધીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે કે બીજો આરોપી આગોતરા સાથે રજૂ થયો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફારૂક કટારીયાની ધરપકડ કરવામાં આવતા હજુ ઇભલા સહિત અન્ય આરોપીઓ હજુ ફરાર છે જેની શોધખોળ શરુ છે.
ઉલ્લેખનીય છે કે, ઈભલા ખાટકી અને તેની ટોળકીના માણસો વિરૂદ્ધ હત્યા, હત્યાના પ્રયાસ, બળજબરીથી પૈસા પડાવવા સહિત 50થી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે.