રાજકોટ : મનપાના મહિલા અધિકારીએ પોતાના શ્વાનના જન્મદિવસની આવી અનોખી રીતે ઉજવણી કરી

રાજકોટ : મનપાના મહિલા અધિકારીએ પોતાના શ્વાનના જન્મદિવસની આવી અનોખી રીતે ઉજવણી કરી
રાજકોટ : મનપાના મહિલા અધિકારીએ પોતાના શ્વાનના જન્મદિવસની આવી અનોખી રીતે ઉજવણી કરી

રાજકોટ મહાનગરપાલિકામાં સ્નાનાગર શાખામાં મહિલા સ્વિમિંગ કોચ તરીકે ફરજ બજાવતા અવનીબેન સાવલિયા દ્વારા તેમના પાલતુ શ્વાનના જન્મદિવસની પ્રેરણાત્મક ઉજવણી કરવામાં આવી

  • Share this:
રાજકોટ : રાજકોટ શહેરમાં પાલતુ સ્વાનના જન્મદિવસે કમોતે મૃત્યુ પામેલા અબોલ પ્રાણીઓની સદગતિ માટે શાંતિ હવન કરવામાં આવ્યો હતો. તો સાથે જ શ્રીમદ્ ભગવદ્ ગીતા, પીવાના પાણીના કુંડા અને પક્ષીઓના માળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકામાં સ્નાનાગર શાખામાં મહિલા સ્વિમિંગ કોચ તરીકે ફરજ બજાવતા અવનીબેન સાવલિયા દ્વારા તેમના પાલતુ શ્વાનના જન્મદિવસની પ્રેરણાત્મક ઉજવણી કરવામાં આવી છે. પોતાના પાલતુ શ્વાનના જન્મ દિવસે ઘરમાં તેઓએ શાંતિ યજ્ઞ કરાવ્યો હતો. તો સાથે જ હાલ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા તેમજ પક્ષીઓના માળા, તુલસીના કુંડા તેમજ શ્રીમદ ભગવતગીતાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.શ્રીમદ્ ભગવદ્ ગીતા, પીવાના પાણીના કુંડા અને પક્ષીઓના માળાનું પણ વિતરણ કરવામાં આવ્યું


આ પણ વાંચો - રાજકોટ :108ને એક દિવસમાં 300થી વધુ અને ખાનગી એમ્બ્યુલન્સને 200થી વધુ ફોન, દર ચારથી પાંચ મિનિટ એક કોલ રણકે છે

ઉલ્લેખનીય છે કે લોકો જન્મદિવસની ઉજવણી પાછળ હજારો-લાખો રૂપિયા ખર્ચતા હોય છે. કેક કટિંગ, લંચ તેમજ ડીનર પાર્ટી સાથે રિટર્ન ગિફ્ટ આપવા સહિતના આયોજનો પણ કરતા હોય છે. તો કેટલાક લોકો જન્મદિવસની ઉજવણી અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ તેમજ દિવ્યાંગ બાળકો સાથે કરતા હોય છે. કેટલાક લોકો જન્મદિવસે ગાયને લાડુ તથા ઘાસ ચારો ખવડાવી ઉજવણી કરતા હોય છે. કેટલીક જગ્યાએ બાળકોને ઈશ્વરનું સ્વરૂપ સમજીને તેમને જમાડવામાં પણ આવતા હોય છે. ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં સ્નાનાગાર શાખામાં મહિલા સ્વિમિંગ કોચ તરીકે ફરજ બજાવતા જીવ દયા પ્રેમી અવનીબેન સાવલિયા દ્વારા પોતાના શ્વાનના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે.

અવનીબેન સાવલિયા દ્વારા પોતાના પાલતુ શ્વાનના જન્મદિવસની જે પ્રકારે પ્રેરણાત્મક અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. તે પ્રકારે જો અન્ય લોકો પણ પોતાની તેમજ પોતાના અંગત લોકો તેમજ પોતાના પાલતુ શ્વાન કે અન્ય કોઈ જીવના જન્મદિવસની પ્રેરણાત્મક તેમજ અનોખી રીતે ઉજવણી કરે તો સાચા અર્થમાં જન્મદિવસ બીજાના માટે સારા કાર્યો કરવામાં વ્યતીત કરી શકાય તેમ છે.
Published by:Ashish Goyal
First published:April 08, 2021, 17:55 pm

ટૉપ ન્યૂઝ