Home /News /gujarat /રાજકોટમાં આમરણાંત ઉપવાસમાં બેઠેલા ખેડૂતોને ગુજરાત કિસાન કોંગ્રેસનું સમર્થન

રાજકોટમાં આમરણાંત ઉપવાસમાં બેઠેલા ખેડૂતોને ગુજરાત કિસાન કોંગ્રેસનું સમર્થન

ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને ઓછો પાક વીમો ચૂકવવામાં આવ્યો છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે પાક વીમા સહિતના મુદ્દે આમરણાંત ઉપવાસમાં બેઠેલા આગેવાનોના સમર્થનમાં ગુજરાત કિસાન કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે

  ન્યૂઝ 18 ગુજરાતી :  રાજકોટમાં ફરી એકવાર કિશાન સંઘે ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં આવે તેવી માગ સાથે આમરણાંત ઉપવાસ કરવાનું આયોજન કર્યું છે. રાજકોટ ખાતે બહુમાળી ભવનથી ક્લેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ ચૂંટણી પહેલા પણ કિશાન સંઘ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોઇ નિરાકરણ આવ્યું ન હતું હવે આ વખતે ઉગ્ર આંદોલનની ચિમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે. ખેડૂતોની આ લડતને આજે કોંગ્રેસ દ્વારા સપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે રાજકોટમાં ખેડૂતોને પાક વીમો આપવાની માગ સાથે ખેડૂતો તથા કિશાન સંઘના આગેવાનો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે રાજકોટના પડધરી તાલુકાના ખેડૂતોને 0 ટકા વીમો તેમજ અન્ય તાલુકાઓમાં પણ ખેડૂતોને ઓછો પાક વીમો ચૂકવવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ આ વર્ષે વરસાદ ઓછો પડતાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે, તો બીજી બાજુ પાકના યોગ્ય ભાવ મળી રહ્યાં નથી.

  આ પણ વાંચો :  કેરળ નજીક પહોંચ્યું ચોમાસું, 8મી જૂને વરસાદ પડવાની સંભાવના

  ખેડૂતોની માંગણી હતી કે, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને ખેડૂતો પ્રિમિયમ ભરતા હોવા છતાં, તાલુકા અછતગ્રસ્ત થયા હોવા છતાં વીમા કંપનીઓ ખેડૂતોને કહે છે કે ક્રોપ કટિંગ થયું છે અને વીમો નહીં મળે આમ સરકારે કોઈ પણ ભોગે આ વીમો અપવવો જોઈએ. રાજ્યમાં અગાઉ પણ ખેડૂતોએ રેલી કરી સરકાર સામે બાંયો ચઢાવી હતી, ત્યારે પોલીસ અને ખેડૂતો દ્વારા ઘર્ષણના અહેવાલો જોવા મળ્યા હતા.

  ખેડૂતોએ પાક વીમા કંપનીઓ પર આક્ષેપો કર્યા છે કે, ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે. દર 100માંથી 6.82 ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. વીમા કંપનીઓએ 2305 કરોડ રૂપિયાનું પ્રિમિયમ ખંખેર્યુ છે. જંગી પ્રિમિયમ સામે માત્ર રૂ.325 કરોડનો વીમો જ મંજૂર કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે.

  આ પણ વાંચો :  મહારાષ્ટ્રના કોલ્હાપુર, સાંગલી, સતારામાં વરસાદ

  રાજકોટ વેપારી એસોસિએશન અને કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે આંદોલનના મંડાણ કર્યા છે. જેના ભાગરૂપે પાકવિમો, ભાવાન્તર યોજના જેવા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આમરણાંત ઉપવાસમાં બેઠેલા આગેવાનોના સમર્થનમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા, ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ જે કે પટેલ, રતનસિંહ ડોડીયા, ગુજરાત ખેડૂત સમાજના સૌરાષ્ટ્રના કન્વીનર ચેતન ગઢીયા તથા વિવિધ ખેડૂત સંગઠનોના આગેવાનો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપસ્થિત રહી આંદોલનને સમર્થન આપવા આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ખેડૂત વિરોધી સરકારની નિતીરીતિનો વિરોધ કરશે
  Published by:Jay Mishra
  First published:

  Tags: કોંગ્રેસ, રાજકોટ, સપોર્ટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन