રાજકોટ : રાજકોટ શહેરમાં (Rajkot)એક તરફ ઓમિક્રોનનો (Omicron variant)ખતરો વધી રહ્યો છે. બીજી તરફ રાજકોટ શહેરની મારવાડી યુનિવર્સિટીમાં (Marwadi University)31મી ડિસેમ્બરના રોજ ડીજે પાર્ટીનું (DJ party)આયોજન કરવામાં આવ્યું હતું. ડીજે પાર્ટી આયોજન અંતર્ગત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ એકઠા થયા હતા. આ પાર્ટીના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં (Social media)વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થયેલ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ ડીજે પાર્ટીમાં ડાન્સ કરી રહ્યા છે. તો સાથે જ કોઈપણ જાતનું કોવિડ ગાઇડલાઈન્સનું પાલન જોવા મળી રહ્યું નથી.
વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે ડાન્સ કરતા એક પણ યુવક કે યુવતીએ માસ્ક પહેર્યું નથી. તેમજ સોશિયલ ડિસ્ટન્સ કોઈપણ જગ્યાએ જળવાયેલું નથી જોવા મળી રહ્યું. ત્યારે ડીજે પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકોટ શહેર પોલીસ દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી છે. સમગ્ર મામલે ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા મીડિયાને માહિતી આપતાં જણાવવામાં આવ્યું હતું કે 31 ડિસેમ્બરના રોજ રાત્રીના 10:30 વાગ્યે પોલીસને જાણ થઈ હતી કે એક પાર્ટીનું આયોજન મારવાડી યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે.
ઘટનાની જાણ થતા પોલીસની ટીમ મારવાડી યુનિવર્સિટી ખાતે દોડી ગઈ હતી પરંતુ ત્યાં પાર્ટી પૂરી થઇ ગઇ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. અત્યારે હાલ કુવાડવા પોલીસ દ્વારા મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચી ડી.વી.આર સહિતની ચીજ વસ્તુઓ કબજે કરવામાં આવશે. તેમજ આઈપીસીની કલમ તેમજ ગુજરાત પોલીસ એક્ટ મુજબ બેદરકારી દાખવનાર વિરુદ્ધ તેમજ પાર્ટી યોજવા માટેની મંજૂરી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે.
રાજકોટ મારવાડી યુનિ.ના કેમ્પસમાં ડી.જે પાર્ટી થઈ. મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ એકઠા થયાં. બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં. વિદેશી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં. જેમાં એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. pic.twitter.com/w0D4iwPBGy
સામાન્યતઃ આ પ્રકારે ગુનાહિત કૃત્ય આચરવા બદલ આઈપીસીની કલમ 188 તેમજ જી.પી.એક્ટ ની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવતો હોય છે. ઉલ્લેખનીય છે કે મારવાડી યુનિવર્સિટીમાં થોડાક દિવસો પહેલા જ ઓમિક્રોનનો કેસ નોંધાયો હતો. તે મારવાડી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીનો સામે આવ્યો હતો. ત્યાર બાદ હાલમાં જ બે દિવસ પૂર્વે ઇથોપિયાની નાગરિક અને મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે હાલ વિદ્યાર્થિનીનો ઓમિક્રોનનો રિપોર્ટ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. જે રિપોર્ટ આવીએ ખ્યાલ આવશે કે વિદ્યાર્થિની ઓમિક્રોન પોઝિટિવ છે કે કેમ?
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર