Home /News /gujarat /રાજકોટ : કિશન ભરવાડ હત્યા કેસ બન્યો લોહિયાળ! પોલીસે યુવાનો પર લાઠી ચાર્જ કરતા યુવાનો ઇજાગ્રસ્ત

રાજકોટ : કિશન ભરવાડ હત્યા કેસ બન્યો લોહિયાળ! પોલીસે યુવાનો પર લાઠી ચાર્જ કરતા યુવાનો ઇજાગ્રસ્ત

Rajkot news: યુવાનોને કાબુમાં કરવા પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા યુવાનોના વાહનોમાં પર લાઠીઓ ફટકારવામાં આવી હતી.

Rajkot news: યુવાનોને કાબુમાં કરવા પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા યુવાનોના વાહનોમાં પર લાઠીઓ ફટકારવામાં આવી હતી.

રાજકોટ: ધંધુકાના કિશન ભરવાડ હત્યા (Kishan Bharwad murder case) કેસ મામલે રાજકોટ (Rajkot) સહિત સમગ્ર ગુજરાતભરમાં (Gujarat) લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ પોલીસ (Rajkot Police) પોતાની કામગીરી કરી રહી છે. એક બાદ એક કિશન ભરવાડ હત્યા કેસમાં સામેલ વ્યક્તિઓની ધરપકડ થઇ રહી છે. બીજી તરફ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં જુદા જુદા ધાર્મિક સંગઠનો આવેદનપત્ર પાઠવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હજારોની સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

આરોપીઓને ફાંસી સહિતની કડકમાં કડક સજાની માંગણી

કલેકટર કચેરી ખાતે એકઠા થનાર લોકોએ તાત્કાલિક અસરથી કિશન ભરવાડ હત્યા કેસમાં સંડોવાયેલા વધુ આરોપીઓની ધરપકડ થાય. તેમજ તાત્કાલિક અસરથી તમામ આરોપીઓને ફાંસી સહિતની કડકમાં કડક સજા થાય તે પ્રકારની માંગ પણ કરી હતી.

રાજકોટમાં હજારોની સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.


યુવાનો ઇજાગ્રસ્ત થયા

કલેકટર કચેરી બાદ એકઠા થયેલા લોકોનું ટોળું પોલીસ કમિશનર કચેરી તરફ પણ ધસી ગયું હતું. ત્યારે પ્રથમ તો પોલીસ કમિશનર ઓફિસની સામે રેસકોર્સ રિંગરોડ પર આવેલી દુકાનો માલ લાકડી પછાડી દુકાનો ટપોટપ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો.



ત્યારે કેટલાક ઉન્માદમાં ગરકાવ થયેલા યુવાનોને કાબુમાં કરવા પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા યુવાનોના વાહનોમાં પર લાઠીઓ ફટકારવામાં આવી હતી. જે દરમિયાન કેટલાક યુવાનો ઇજાગ્રસ્ત પણ થયા હોવાનું સામે આવ્યું હતું. તેમજ કેટલાક યુવાનોના વાહનોમાં પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું હતું.

રાજકોટમાં હજારોની સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.


ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના કારણે એક યુવાનનું માથું પણ ફૂટયું હોવાનું સામે આવ્યું છે. યુવાનનું માથુ ફૂટવાના કારણે તેના માથાના ભાગેથી મોટા પ્રમાણમાં લોહીની ધારા પણ વહી હતી.
" isDesktop="true" id="1174688" >



ત્યારે બંદોબસ્તમાં હાજર ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા યુવાનને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેમજ યુવાનને પોલીસ કારમાં સારવાર અર્થે હોસ્પિટલે લઈ જવા બાબતે પણ સમજાવ્યો હતો. જોકે, યુવાને હોસ્પિટલ જવાની જગ્યાએ સમાજ સાથે જોડાઈને રેલીમાં જોડાવાનું પસંદ કર્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Dhandhuka, Dhandhuka firing case, ગુજરાત, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन