રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના ખ્યાતનામ તબીબો કોરોનાના દર્દીઓને નિઃશુલ્ક સેવા આપશે


Updated: May 26, 2020, 8:53 PM IST
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના ખ્યાતનામ તબીબો કોરોનાના દર્દીઓને નિઃશુલ્ક સેવા આપશે
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના ખ્યાતનામ તબીબો કોરોનાના દર્દીઓને નિઃશુલ્ક સેવા આપશે

કોરોનાના ગંભીર દર્દીઓને ચેસ્ટ, ફિઝિશિયન, મેડિસિન સહિતના અનુભવી ડોક્ટરના અનુભવનો વિશેષ લાભ મળશે

  • Share this:
રાજકોટ : રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસીન રાજકોટના માનવીય અભિગમથી રાજકોટની કોવિડ-19 સિવિલ હોસ્પિટલમાં આજથી રાજકોટની નામાંકિત હોસ્પિટલના 19થી વધુ ઇન્ટેન્સિવ કેર સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા નિઃશુલ્ક સારવારનો લાભ મળશે. સિવિલ હોસ્પિટલ અધિક્ષક ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલ ખાતે રાજકોટની નામાંકિત હોસ્પિટલના ક્રિટિકલ કેર સાથે સંકળાયેલા અનુભવી ડોક્ટર્સની ટીમ રોજ જરૂરિયાત મુજબ તેમની સેવા આપશે. તેઓ ઓન કોલ 24 કલાક હાજર રહેશે તેમજ દિવસમાં જરૂરિયાત મુજબ દર્દીઓની તપાસ માટે વિઝીટ કરશે. જેને કારણે કોરોનાના ગંભીર દર્દીઓને ચેસ્ટ, ફિઝિશિયન, મેડિસિન સહિતના અનુભવી ડોક્ટરના અનુભવનો વિશેષ લાભ મળશે.

આ પ્રંસગે ડો. સંકલ્પ વણઝારાએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ કેસ ધરાવતા દર્દીઓમાં, હૃદય, ફેફસા સંલગ્ન કેસમાં ક્રિટિકલ સમયે તેમને ઓક્સિજનની જરૂર હોઈ વેન્ટિલેટર, મેડિસિન સહીત જરૂરી ક્રિટિકલ કેર સહાય નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા મળી રહે તેના આગોતરા આયોજનના ભાગરૂપે 19 ડોક્ટર્સની ટીમ હાલ તૈયાર કરવામાં આવી છે, તેમજ જરૂર પડ્યે વધુ ડોક્ટર્સ સેવા આપશે. હાલ હોસ્પિટલ ખાતે જરૂરી સાધનસુવિધા આઇસીયુ ખાતે ઉપલબ્ધ હોવાનો સંતોષ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો - રાજકોટની રિસ્ટ વોચ બનાવતી કંપનીએ વોકલ ફોર લોકલનું સૂત્ર અપનાવ્યું

નોડલ ઓફિસર ડો. મનીષાબેન પંચાલે કોવિડ હોસ્પિટલ ખાતે દર્દીઓને જરૂરી તમામ સારવાર સુવિધા પર્યાપ્ત હોવાનું તેમજ ક્રિટિકલ કેર તજજ્ઞ ડોકટોરની મદદથી ગંભીર દર્દીઓની સારવાર સુવિધામાં વધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજકોટ કલેકટર કચેરી ખાતે ક્રિટિકલ કેર સોસાયટીના આગેવાનો દ્વારા અધિક નિવાસી કલેકટર પી.બી. પંડ્યા સાથે પરામર્શ બાદ આ નિર્ણય લેવાયો હતો. જેને આજરોજ કોવિડ હોસ્પિટલ ખાતે ક્રિટિકલ કેર સોસાયટી ઓફ રાજકોટના 13 ડોક્ટર્સની ટીમને ડો. મનીષ મહેતા દ્વારા સેવાનો ઓર્ડર સોંપવામાં આવ્યો હતો.

ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસીન રાજકોટ બ્રાન્ચના ડો.તુષાર પટેલ, ડો.અમિત પટેલ, ડો.સંકલ્પ વણઝારા, ડો.તેજસ કરમટા, ડો.મિલાપ મશરૂ, ડો.નરેશ બરાસરા, ડો. ભૂમિ દવે, ડો. ભાવિન ગોર, ડો.વિશાલ સદાતિયા, ડો.મયકં ઠક્કર, ડો. સમીર પ્રજાપતિ, ડો. અમિત વસાણી, ડો.રીતેષ મારડિયા, ડો.જીગર પાડલિયા, ડો.અર્ચિત રાઠોડ, ડો. તુષાર બધવાણી, ડો. કૃણાલ દેસાઈ, ડો.વિમલ દવે, ડો.રમેશ માલમ સહીતના તબિબોએ કોવિડ હોસ્પ્ટિલમાં આઇસીયુમાં વિનામૂલ્યે સેવા આપવાનો નિર્ણય લીધો છે. તેઓ આજથી સ્વૈચ્છિક રીતે આ તબીબો કોવિડ–19માં જોડાયા છે.
First published: May 26, 2020, 8:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading