રાજકોટ : 150 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં


Updated: February 11, 2020, 11:26 PM IST
રાજકોટ : 150 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
પ્રતિકાત્મક તસવીર

ગત 25 ડિસેમ્બરના રોજ રાજકોટની નવનિર્મિત સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

  • Share this:
રાજકોટ : ગત 25 ડિસેમ્બરના રોજ રાજકોટની નવનિર્મિત સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધનના હસ્તે સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દોઢસો કરોડ રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. જોકે જ્યારથી સિવિલ હોસ્પિટલ બની છે ત્યારથી જ તે કોઈને કોઈ વિવાદમાં સપડાયેલી જોવા મળે છે. ત્યારે ફરી એક વખત રાજકોટની સુપર સ્પેશિયાલિટી સિવિલ હોસ્પિટલ વિવાદોના ઘેરામાં આવી છે.

મંગળવારના રોજ બપોરના એક વાગ્યા થી સુપર સ્પેશિયાલિટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તેમજ તેમના પરિવારજનોને પાણી ન મળતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બાથરૂમ સહિતના નળમાં પાણી ન આવતા દર્દીઓ તેમજ તેમના પરિવારજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી રહી છે તેમ છતાં પાણી શરૂ ન થતા આખરે દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને સોશિયલ મીડિયાનો સહારો લેવાની ફરજ પડી છે. પાણી ન મળવાના કારણે રાજકોટની સુપર સ્પેશિયાલિટી સિવિલ હોસ્પિટલમાં કયા પ્રકારની તકલીફોનો સામનો દર્દીઓ તેમજ તેમના પરિવારજનો કરી રહ્યા છે તે મામલાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો - ગુજરાત : LRD ભરતી આંદોલન મામલે સરકાર ઝૂકી, જૂનો પરિપત્ર રદ થશે

ઉલ્લેખનીય છે કે રાજકોટની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ થયા બાદ પણ તેમાં સર્જનની નિમણૂક ન થતા દર્દીઓની જરૂરી સર્જરી કરવામાં ન હતી. જેના કારણે પણ જે તે સમયે આ મામલે સુપર સ્પેશિયાલિટી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી હતી.
First published: February 11, 2020, 11:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading