રાજકોટ : રાજકોટ વાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરના તમામ જળાશયો ઓવરફલો થઇ ચૂક્યા છે. રાજકોટ શહેરને ત્રણ જેટલા ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં આજી-1 ડેમ, ન્યારી-1 ડેમ તેમજ ભાદર 1 ડેમ માંથી પીવાનું પાણી આપવામાં આવે છે. ત્યારે આજરોજ ન્યારી-1 ડેમનાં પાંચ જેટલા દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ ન્યારી-1 ડેમ ઓવરફલો થતા તેના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ત્યારે આજે સાંજે આજી ડેમ પણ ઓવરફ્લો થતાં રાજકોટવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા.
વર્ષ 1958માં આજી ડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1995થી આજી ડેમ બાંધવાનુ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આજી એક ડેમ ઓવરફલો થતા રાજકોટ પર ભવિષ્યમાં તોળાતું જળસંકટ વિખેરાઇ ગયું છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે આજી ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે ત્યારે લોકો ઓવરફ્લોના સ્થળે પરિવાર સાથે નાહવા તેમજ સેલ્ફી લેવા માટે ઉમટી પડતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર સ્થળે ફરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
" isDesktop="true" id="1013009" >
બીજી તરફ આજી એક ડેમ ઓવરફલો થતા આજી નદી પણ હાલ બે કાંઠે વહી રહી છે ત્યારે નદી કાંઠાના ગામોમાં સાવચેત રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે. જેમાં રાજકોટ તાલુકાના બેડી, મનહરપુર, રોણકી સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.