Home /News /gujarat /

રાજકોટ : ભાજપના વોર્ડ પ્રમુખ સત્તાના મદમાં ભૂલ્યા ભાન! પાડોશીને માથા પર ઝીંક્યા ઇંટના ઘા

રાજકોટ : ભાજપના વોર્ડ પ્રમુખ સત્તાના મદમાં ભૂલ્યા ભાન! પાડોશીને માથા પર ઝીંક્યા ઇંટના ઘા

ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા વોર્ડ નંબર 11ના પ્રમુખ સંજય પીપળીયા અને પિતા નથુભાઈની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 

Rajkot news: રાજકોટ શહેર વોર્ડ નંબર 11ના ભાજપ પ્રમુખ અને તેના પિતાની દાદાગીરી સામે આવી છે.

Rajkot News: રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને  આડે હવે બસ ગણતરીના જ મહિનાઓ બાકી છે. ત્યારે રાજકોટ શહેર વોર્ડ નંબર 11ના ભાજપ પ્રમુખ અને તેના પિતાની દાદાગીરી સામે આવી છે. કાર પાર્કિંગ મામલે થયેલી માથાકૂટમાં પાડોશીને માથાના ભાગે ઈટોના ઘા ઝીંકી દીધા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા વોર્ડ નંબર 11ના પ્રમુખ સંજય પીપળીયા અને પિતા નથુભાઈની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરની મવડી ચોકડી પાસે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા નિલેશ ભાઈ બાબુભાઈ શિંગડીયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, પાડોશમાં રહેતા સંજય પીપળીયાએ ઘર પાસે કાર પાર્ક કરી હતી. કાર નડતર રૂપ હોવાના કારણે સંજય પીપળીયા ને કાર હટાવી લેવા બાબતે જણાવ્યું હતું. જોકે, સમગ્ર બાબતમાં સંજય પીપળીયા ઉશ્કેરાઈ જતા તેણે તું મને ઓળખે છે? હું વોર્ડ પ્રમુખ છું કહી ફરિયાદીને ઈંટના ઘા ઝીંકી દીધા હતા.

આ પણ વાંચો - આપમાં જોડાઇને બોલ્યા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, 'ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી વિકલ્પ બનવાની ક્ષમતા પણ ખોઇ બેઠી છે'

સમગ્ર મામલે ઇજાગ્રસ્ત પાડોશીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા તાત્કાલિક અસરથી 108 ઈમરજન્સી સેવામાં ફોન લગાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી 108 ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. બીજી તરફ સમગ્ર મામલે આડોશ પાડોશના લોકો પણ એકઠા થઇ ગયા હતા. 108 દ્વારા સારવાર માટે ઇજાગ્રસ્ત ફરિયાદીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે માથાના ભાગે ઇજા પહોંચતાં પાડોશીને માથાના ભાગે પાટો પણ આવ્યો હોવાનું સામે આવ્યું છે.



સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધી વોર્ડ પ્રમુખ સંજય પીપળીયાની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના બનાવો અનેક વખત રાજકોટ શહેર તેમજ ગુજરાતભરમાં બન્યા હોવાનું સામે આવી ચૂક્યું છે. સત્તાના મદમાં રહેલી વ્યક્તિ અન્ય વ્યક્તિઓને પોતાનાથી નાની સમજી પોતાની જોહુકમી હલાવવાનો પ્રયાસ કરતી હોય છે.
Published by:Kaushal Pancholi
First published:

આગામી સમાચાર