ગુજરાતના આ શહેરમાં વાહનોની સ્પીડ કરવામાં આવી નક્કી, વધારે ફાસ્ટ ચલાવશો તો થશે કાર્યવાહી

ગુજરાતના આ શહેરમાં વાહનોની સ્પીડ કરવામાં આવી નક્કી, વધારે ફાસ્ટ ચલાવશો તો થશે કાર્યવાહી
પોલીસ કમિશનરશ મનોજ અગ્રવાલે

ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ વાહન અને તાકીદની કામગીરી માટે જઇ રહેલા વાહનચાલકોને આ જાહેરનામુ લાગુ પડશે નહિ.

  • Share this:
રંગીલા રાજકોટ (Rajkot) શહેરમાં વધતી જતી વસ્તીની સાથોસાથ વાહનોની સંખ્યા પણ ખૂબ વધી ગઇ છે. વર્તમાન રસ્તાઓની પહોળાઇ સામે ટ્રાફિકની (Traffic) ગીચતા વધુ રહે છે. અમુક માર્ગો પહોળા અને પાક્કા બનાવવામાં આવ્યા છે પરંતુ આમ છતાં ટ્રાફિક સમસ્યા ઉભી રહે છે. શહેરમાં અમુક તીવ્ર ગતિવાળા પાવરફુલ વાહનોની સંખ્યા પણ ખૂબ વધી ગઇ છે. યુવા વર્ગમાં વાહનો સ્પીડમાં (Speed) ચલાવવાનો ક્રેઝ વધ્યો છે અને તેઓ વધુ ગતિથી વાહનો ચલાવતાં રહે છે. આ કારણે અકસ્માતો (Accident) સર્જાય છે અને લોકોના જાનમાલને નુકસાન પહોંચે છે.

આ બાબતોને ધ્યાને રાખી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હવે સમગ્ર શહેરમાં વાહનો માટે સ્પીડ લિમીટ નક્કી કરી છે. નક્કી થયેલી સ્પીડ લિમીટ કરતાં વધુ ઝડપથી વાહન ચલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે. પોલીસ કમિશનરશ મનોજ અગ્રવાલે જાહેરનામા દ્વારા જણાવ્યું છે કે, મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ની કલમ ૧૧ (૨) અન્વયે મળેલી સત્તા અંતર્ગત શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં તથા મહાનગર પાલિકા વિસ્તારમાં જે તે વાહનોની ગતિ મર્યાદા ઉપર વાજબી નિયંત્રણ મુકવાનો નિર્ણય કર્યો છે. પોલીસ પાસે સ્પીડ લિમીટ પામવા માટેના અમુક સાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરાશે.રાજ્યમાં પ્રથમ વખત એક દિવસમાં કોરોનાના 2000થી વધારે કેસ, અમદાવાદ, સુરતમાં સ્થિતિ ચિંતાજનકઅમદાવાદ : માસ્કના દંડને લઈ મહિલાએ હદ વટાવી, જાહેરમાં ઉતારવા લાગી કપડા, પોલીસને માર્યા લાફા

આ હંગામી જાહેરનામુ પ્રસિધ્ધ થયાની તારીખથી 30 દિવસ સુધીમાં કોઇ નાગરિકો કે સંસ્થાને આ જાહેરનામાના સમર્થનમાં કે વિરોધમાં કંઇ રજૂઆત કરવી હોય તો લેખિતમાં વાંધા સુચનો રજૂ કરવાથી તે અંગે વિચારણા કરવામાં આવશે. ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ વાહન અને તાકીદની કામગીરી માટે જઇ રહેલા વાહનચાલકોને આ જાહેરનામુ લાગુ પડશે નહિ.

ક્યાં વાહનો માટે કેટલી સ્પીડ નક્કી કરવામાં આવી તે પણ જાણો

- પેસેન્જર વાહન ડ્રાઇવર સાથે કુલ 8  સુધી માટે 70ની સ્પીડ

- પેસેન્જર વાહન ડ્રાઇવર સાથે કુલ 9થી વધુ માટે 60ની સ્પીડ

- ગુડ્સવિહિકલ માટે 60ની સ્પીડ

- ટ્રેકટર માટે 30ની સ્પીડ

- ટુ વહીલર 100 સુધી માટે 50ની સ્પીડ

- ટુ વહીલર 100 થી વધુ માટે 60ની સ્પીડ

- થ્રિ વહીલર વાહન માટે 40ની સ્પીડ

- Quadric Cycle Passenger માટે 50ની સ્પીડ

- Quadric Cycle Non Passenger માટે 40ની સ્પીડ
Published by:Kaushal Pancholi
First published:March 27, 2021, 06:51 am

ટૉપ ન્યૂઝ