રાજકોટ ભાજપ નહીં કરે જીતની ઉજવણી, કોંગ્રેસના નેતા માટે લીધો આવો નિર્ણય!

News18 Gujarati
Updated: May 22, 2019, 6:40 PM IST
રાજકોટ ભાજપ નહીં કરે જીતની ઉજવણી, કોંગ્રેસના નેતા માટે લીધો આવો નિર્ણય!
લલિત કગથરાના પુત્રની અંતિમવિધની તસવીર

  • Share this:
અંકિત પોપટ, રાજકોટઃ લોકસભા ચૂંટણીના પરિણામને હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી છે, ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓએ જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે રાજકોટ ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ અનોખો નિર્ણય લીધો છે, અહીં ભાજપે નક્કી કર્યું છે કે ભાજપ જીતે તો પણ વિજય સરઘસ કાઢશે નહીં, તેઓ વિજયોત્સવ નહીં મનાવે કારણ કે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનું મૃત્યુને હજુ થોડો સમય જ થયો હોવાથી આ નિર્ણય લેવાયો છે.

ચૂંટણી પ્રચારમાં તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું. સૌરાષ્ટ્રમાં અતિ મહત્વની ગણાતી રાજકોટ બેઠક પર ભાજપ-કોંગ્રેસે અનેક ચૂંટણી સભાઓ કરી એકબીજા પર આકરા પ્રહારો કર્યા, અહીં ભાજપના મોહન કુંડારિયા અને કોંગ્રેસના લલિત કગથરા વચ્ચે ટક્કર છે. જો કે આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનું બંગાળમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. તેની અંતિમવિધિમાં કોંગ્રેસ સહિત ભાજપના ટોચના નેતાઓ જોડાયા હતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું.

અહીં ક્લિક કરી વાંચોઃ રાજકોટ: MLA લલિત કગથરાના પુત્રની અંતિમયાત્રા, CM સહિતના નેતાઓ હાજર

લલિત કગથરાને સાંત્વના આપવા અને તેના દુઃખમાં ભાગીદાર થવા માટે રાજકોટ ભાજપ દ્વારા વિજયોત્સવ નહીં મનાવવાનું નક્કી કર્યું છે. રાજકોટમાં ભાજપની જીત થશે તો પણ અહીં વિજય સરઘસ કાઢવામાં આવશે નહીં.
First published: May 22, 2019, 6:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading