Home /News /gujarat /

રાજકોટઃ પાક વીમા માટે ફરી ખેડૂતો કરશે ઉગ્ર આંદોલન

રાજકોટઃ પાક વીમા માટે ફરી ખેડૂતો કરશે ઉગ્ર આંદોલન

પ્રતિકાત્મક તસવીર

  હરીન માત્રાવાડિયા, રાજકોટઃ રાજકોટમાં ફરી એકવાર કિશાન સંઘે ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં આવે તેવી માગ સાથે આમરણાંત ઉપવાસ કરવાનું આયોજન કર્યું છે. રાજકોટ ખાતે બહુમાળી ભવનથી ક્લેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ ચૂંટણી પહેલા પણ કિશાન સંઘ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોઇ નિરાકરણ આવ્યું ન હતું હવે આ વખતે ઉગ્ર આંદોલનની ચિમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે રાજકોટમાં ખેડૂતોને પાક વીમો આપવાની માગ સાથે ખેડૂતો તથા કિશાન સંઘના આગેવાનો આમરણાંત ઉપવાસ કરશે. આ દરમિયાન ખેડૂતોને સાથે રાખી કિશાન સંઘ શહેરના બહુમાળી ભવનથી રેલી યોજી ક્લેક્ટરને આવેદન આપશે, ત્યારબાદ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેસશે.

  અહીં ક્લિક કરી વાંચોઃ સરકારી શાળા નજીક હોય તો RTE હેઠળ પ્રાઇવેટ સ્કૂલમાં પ્રવેશ નહીં : હાઇકોર્ટ

  ખેડૂતોનો આક્ષેપ છે કે રાજકોટના પડધરી તાલુકાના ખેડૂતોને 0 ટકા વીમો તેમજ અન્ય તાલુકાઓમાં પણ ખેડૂતોને ઓછો પાક વીમો ચૂકવવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ આ વર્ષે વરસાદ ઓછો પડતાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે, તો બીજી બાજુ પાકના યોગ્ય ભાવ મળી રહ્યાં નથી.

  ખેડૂતોની માંગણી હતી કે, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને ખેડૂતો પ્રિમિયમ ભરતા હોવા છતાં, તાલુકા અછતગ્રસ્ત થયા હોવા છતાં વીમા કંપનીઓ ખેડૂતોને કહે છે કે ક્રોપ કટિંગ થયું છે અને વીમો નહીં મળે આમ સરકારે કોઈ પણ ભોગે આ વીમો અપવવો જોઈએ. રાજ્યમાં અગાઉ પણ ખેડૂતોએ રેલી કરી સરકાર સામે બાંયો ચઢાવી હતી, ત્યારે પોલીસ અને ખેડૂતો દ્વારા ઘર્ષણના અહેવાલો જોવા મળ્યા હતા.

  ખેડૂતોએ પાક વીમા કંપનીઓ પર આક્ષેપો કર્યા છે કે, ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે. દર 100માંથી 6.82 ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. વીમા કંપનીઓએ 2305 કરોડ રૂપિયાનું પ્રિમિયમ ખંખેર્યુ છે. જંગી પ્રિમિયમ સામે માત્ર રૂ.325 કરોડનો વીમો જ મંજૂર કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે.

  વીમા કંપનીઓએ માત્ર 142.7 કરોડ રૂપિયાનો વીમો ચૂકવ્યો છે. વીમા કંપનીઓએ માત્ર ગુજરાતમાંથી 2000 કરોડનો નફો કરી લીધો છે. રાજ્યમાં 18 લાખ 42 હજાર ખેડૂતોએ ખરીફ પાક માટે વીમો લીધો હતો. ગુજરાતમાં હેક્ટર દીઠ સરેરાશ રૂપિયા 8980 પ્રિમિયમ ચુકાવાયું હતું. પાક વીમાના મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Crop Insurance, Farmer insurance, Farmer Protest, Rajkot Farmer, ખેડૂત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन