Home /News /gujarat /

રાજકોટમાં બંધન બેંકનું ATM હેક કરી 13.50 લાખની ઉચાપત કરનારા આરોપીઓની અટકાયત

રાજકોટમાં બંધન બેંકનું ATM હેક કરી 13.50 લાખની ઉચાપત કરનારા આરોપીઓની અટકાયત

બંધન બેંક ATM હેક

Rajkot Crime News: રાજકોટ પોલીસે (Rajkot Police) આપેલી માહિતી અનુસાર, આરોપીઓ દ્વારા રાજકોટ સહિત અનેક જગ્યાએ એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં તમામ પોલીસ કસ્ટડીમાં છે. 

રાજકોટની બંધન બેંકના એટીએમનાં (Bandhan Bank ATM) સર્વરમાં ચેડા કરી 13 લાખથી વધુ રકમની ઉચાપત કરનાર ટોળકીના 5 જેટલા શખ્શોને પોલીસે ઝડપી પાડયા છે. સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓનો કબ્જો મેળવવા તજવીજ હાથ ધરવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપીઓ દ્વારા રાજકોટ સહિત અનેક જગ્યાએ બેંકના સર્વરમાં ચેડા કરી પૈસાની ઉચાપત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ હકીકત સામે આવશે.

રાજકોટના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બંધન બેંકના રાજકોટ શાખાના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે મુજબ ફરિયાદમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 7 ફેબ્રુઆરી 2022 ના રોજ 10 વાગ્યા આસપાસ એટીએમનાં કસ્ટોડિયન દેવાંગ, ધર્મેશ એટીએમની તપાસ કરવા ગયા હતાં. ત્યારે બેંકના જીએલમાં 15.72 લાખ દેખાડવામાં આવતા હતા. જો કે એટીએમ ની અંદર તપાસ કરવામાં આવતા માત્ર 2,22,200 રૂપિયા હોવાનું જ સામે આવ્યું હતું.

સમગ્ર મામલે 13,50,000 રૂપિયા ની ઘટ જોવા મળતા એટીએમનાં બહારનાં તેમજ અંદરનાં ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. ચેકીંગ દરમિયાન 5 ફેબ્રુઆરીનાં રોજ સાંજના સાડા સાત વાગ્યાનાં અરસામાં એક શખ્સ કાળા કલરની બેગ સાથે એટીએમમાં અંદર આવતો જોવા મળ્યો હતો.

અંદર આવ્યા બાદ તેણે સીસીટીવી કેમેરાનો લેન્સ પણ નીચે કરી નાખ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે બીજી ગતિવિધિ રેકોર્ડ થઈ શકી નહોતી. બ્લેક કલરની બેગ સાથે આવેલા વ્યક્તિની સાથે એક બીજો પણ વ્યક્તિ હતો જે એટીએમની બહાર ઉભો રહી નિરીક્ષણ કરતો જોવા મળી રહ્યો હતો.

આ પણ વાંચો-ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસ: હત્યારા ફેનીલની કોર્ટમાં પેશી, આજે સુરત સેશન્સ કોર્ટમાં 25 સાક્ષીઓની લેવાઇ જુબાની

અંદાજિત બે કલાકના સમયગાળા દરમિયાન પાંચ જેટલા અલગ-અલગ વ્યક્તિઓ એટીએમ સેન્ટરમાં આવજાવ કરતાં જોવા મળ્યા હતા. દરમિયાન વિશેષ તપાસ કરતાં ખબર પડી હતી કે એક્સિસ બેંક ડેબિટ કાર્ડ ના ધારકે સાત જેટલા ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા 13.50 લાખની ઉચાપત કરી છે. જે બાબતની કોઈ પણ એન્ટ્રી બેંકના સર્વર તેમજ કોઈપણ ખાતેદારના ખાતામાં એન્ટ્રી નહોતી પામી.

સીસીટીવીના (CCTV Footage) આધારે તેમજ બીજા ટેકનિકલ સર્વેલન્સ ના આધારે સાઇબર પોલીસે શકમંદોની તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન જાણવા મળેલ કે અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે પાંચ જેટલા શખ્સોને ઝડપી પાડયા છે.

અમદાવાદ સાયબર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપીઓનો કબ્જો રાજકોટ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણવા મળ્યા મુજબ આ ટોળકીએ વડોદરા માં પણ આજ પ્રકાર નો ગુનો આચર્યો છે.
Published by:Margi Pandya
First published:

Tags: ATM Hacked, Bandhan Bank, Rajkot Crime, Rajkot News, Rajkot police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन