અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટમાં બહુ ચકચારી ASI-કોન્સ્ટેબલ આપઘાત કેસમાં એક પછી એક ઘટસ્ફોટ સામે આવી રહ્યાં છે. આ મામલે આપઘાત કરનાર ASI ખુશ્બુનો એક વીડિયો વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો આપઘાતની ઘટનાના બે દિવસ પહેલાનો છે. વીડિયોમાં ખુશ્મુ ગરમે રમતી નજર આવી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ASI ખુશ્બુ કાનાબારનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો મૃત્યુના બે દિવસ પહેલાનો હવોનું કહેવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બર્થ ડે પાર્ટી યોજાઇ હતી. આ પાર્ટી દરમિયાન પોલીસ સ્ટેશનના પટાંગણમાં ખુશ્બુએ ગરબે ઝૂમી બતી. એવામાં વીડિયોને કારણે ફરી એકવાર પોલીસ માટે કોયડો બન્યો છે. બે દિવસ પહેલા ખુશ દેખાતી ખુશ્બુ અચાનક કેમ આપઘાત કરે ?
આપઘાત કરી લેનાર પોલીસ કોન્સ્ટેબલ રજિરાજસિંહની ક્રેટા કાર જ્યાં પાર્ક કરેલી હતી તેની બાજુમાં જ એક કાર પાર્ક કરેલી હતી. આ કાર ઈ-વિંગમાંથી રાત્રે બહાર નીકળી હતી, તેની સાથે રવિરાજની કાર પણ બહાર નીકળી હતી. આશરે 12 વાગ્યાની આસપાસ આ કાર ફરીથી ઇ-વિંગમાં દાખલ થઈ છે, એ સમયે રવિરાજની કાર પણ પાછળ પાછળ ઇ-વિંગમાં પ્રવેશ કરે છે. છેલ્લા શંકાસ્પદ લાગતી કારનો ડ્રાઇવર રાત્રે પોણા ત્રણ વાગ્યે ઇ-વિંગમાંથી બહાર નીકળે છે, અને ફૂલસ્પીડમાં ગાડી હંકારીને જતો રહે છે.
બીજી તરફ પોલીસ તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે રવિરાજ અને ખુશ્બુએ પણ બેથી ત્રણ વાગ્યાની વચ્ચે આપઘાત કરી લીધો હતો. પોલીસ હાલ શંકાસ્પદ કાર મામલે પણ તપાસ આદરી છે. કારણ કે રવિરાજ અને શંકાસ્પદ કાર સાથે જ બહાર નીકળી અને પ્રવેશી હતી. છેલ્લા શંકાસ્પદ કાર એકલી બહાર નીકળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર