Home /News /gujarat /ASI-કોન્સ્ટેબલ આપઘાતમાં નવો વળાંક, ક્વાર્ટરમાંથી વધુ એક રિવોલ્વર મળી

ASI-કોન્સ્ટેબલ આપઘાતમાં નવો વળાંક, ક્વાર્ટરમાંથી વધુ એક રિવોલ્વર મળી

મૃતક રવિરાજ, ખુશ્બુ

સમગ્ર ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે, તપાસમાં ક્વાર્ટરમાંથી બીજી એક સરકારી રિવોલ્વર મળી આવતા રહસ્ય વધુ ગુંચવાયું

અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટમાં દિન દયાળ પંડિત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર ઈ-402માંથી ગુરુવારે સવારે મહિલા એ.એસ.આઇ. ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના ગોળીથી વિંધાયેલા મૃતદેહ મળ્યા હતા. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને કોઇ કારણોસર રવિરાજસિંહે પ્રેમિકા એઅસઆઇને તેની જ સરકારી રિવોલ્વરમાંથી માથામાં ગોળી મારીને હત્યા કર્યા બાદ પોતે પણ લમણામાં ગોળી મારીને આપઘાત કરી લીધો હોવાની થિયરી સામે આવી છે.

સમગ્ર ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે, તપાસમાં ક્વાર્ટરમાંથી બીજી એક સરકારી રિવોલ્વર મળી આવતા રહસ્ય વધુ ગુંચવાયું છે. આ રિવોલ્વર બનાવ પહેલા પત્ની સાથે બેસવા આવેલા એએસઆઇ વિવેક કુછડીયાની હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ખુશ્બુએ અગાઉ એબોર્શન કરાવ્યાની ચર્ચા થઇ રહી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં જુબાની નોંધાવી, જાણો કોર્ટરૂમમાં શું થયું?

પોલીસ દ્વારા વિવેક કુછડીયાની પણ પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ સત્ય બહાર લાવશે કે પછી ભીનું સંકેલવાનો પ્રયાસ કરશે તેવો સવાલ સર્જાયો છે. હાલ આ મુદ્દે પોલીસ મીડિયા સામે મૌન સેવ્યું છે. ખૂની ખેલ ખેલાયો છે એ સરકારી રિવોલ્વર ભોગ બનનાર ખુશ્બુ કાનાબારની હતી અને બીજી રિવોલ્વર મળી છે એ રાતે ઘરે બેસવા આવેલા એએસઆઇ વિવેક કુછડીયાની હોવાનું ખુલ્યું છે. સરકારી હથિયાર તે ભૂલી ગયા હતા કે ઇરાદાપૂર્વક મૂકી ગયા હતા? એ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. બીજી તરફ ભોગ બનનાર એએસઆઇ ખુશ્બુ કાનાબારે થોડાં સમય પહેલાં એબોર્શન કરાવ્યાની વિગતો સામે આવતા આ કેસમાં નવો વળાંક આવે તેવી સંભાવના પોલીસસૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

ASI ખુશ્બુએ થોડાં સમય પહેલાં એબોર્શન કરાવ્યાની ચર્ચા સામે આવ્યા પછી વધુ એક મુદ્દો બહાર આવ્યો છે. મહિલા ASI ખુશ્બુબેનને પોલીસ હાઉસીંગ બોર્ડનું ક્વાર્ટર ઘણા સમય પહેલાં ફાળવી દેવાયું હતું. પરંતુ તે સરકારી ક્વાર્ટરમાં રહેવાના બદલે હાઉસીંગ બોર્ડના અન્ય પોલીસમેમનના ક્વાર્ટરમાં રહેતા હતા. આમ કરવા પાછળનો તેનો ઉદ્દેશ શું હતો? એ મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ બનાવને લઇને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હવેથી એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ પોતાની સર્વિસ રિવોલ્વર ડ્યુટી પૂરી થયે ઘરે નહીં લઇ જઇ શકે અને ડ્યુટી પર આવ્યા બાદ ફરીથી સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાંથી મેળવવાની રહેશે તેવો આદેશ કર્યો છે. ખુશ્બુની હત્યા થઇ છે કે પછી આપઘાત કર્યો છે તે અંગે રહસ્ય હજુ અકબંધ છે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે તેવું પોલીસે જણાવ્યું છે.
First published:

Tags: Constable, Suicide case, એએસઆઇ, રાજકોટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો