રાજકોટમાં પલળી ગયેલી 20 હજાર ગુણી મગફળીની હરાજી નહીં થાય, ખેડૂતોને રડવાનો વારો આવ્યો

News18 Gujarati
Updated: November 13, 2019, 2:04 PM IST
રાજકોટમાં પલળી ગયેલી 20 હજાર ગુણી મગફળીની હરાજી નહીં થાય, ખેડૂતોને રડવાનો વારો આવ્યો
વેપારી એસોસિેશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું કે મગફળી સુકાઈ જાય પછી જ તેની હરાજી થઈ શકશે.

માર્કેટિંગ યાર્ડના ચેરમેનનો આક્ષેપ સરકારે શેડ બાંધવા 25 કરોડ રૂપિયાની સબસિડી 7 વર્ષથી આપી નથી, જો શેડ હોય તો ખેડૂતોને નુકસાની ન થાય

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટ (Rajkot) માર્કેટિંગ યાર્ડ (APMC)માં મગફળીની 20 હજાર ગુણી (Ground nuts) પલળી જતાં, ખેડૂતોને (farmers) રડવાનો વારો આવ્યો છે. ગઈકાલે રાત્રે વરસેલા કમોસમી વરસાદના કારણે ( Non Seasonal Rain) યાર્ડમાં પલળી ગયેલી મગફળીની હરાજી નહીં થાય. આ સ્થિતિમાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે.

આ મામલે રાજકોટ APMCના વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું કે “ગઈકાલે યાર્ડમાં અનેક ગુણી મગફળી નીચે પડેલી હતી ત્યારે અચાનક જ કમોસમી વરસાદ વરસી પડ્યો હતો. જે મગફળી વાહનોમાં પડી હતી તે ઓછો પલળ્યો છે તેથી વાહનોમાં રહેલી મગફળીની હરાજી કરવામાં આવી રહી છે. પલળી ગયેલી મગફળી સુકાઈ જાય ત્યારે જ હરાજી કરવામાં આવશે.”

આ પણ વાંચો : પહેલી ડિસેમ્બરથી તમામ ટોલનાકા પર FASTag ફરજીયાત, જો ન લીધું હોય તો અત્યારે જ લઇ લો

આ મામલે ખેડૂતોએ જણાવ્યું કે, ' આ મગફળીની હરાજી આજે થાય તે કે કાલે અમારે 200-300 રૂપિયા નુકસાની ભોગવવાની જ છે. ખેડૂતો આ મગફળી પરત લઈને જવાના નથી. અમારી સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ છે.' ઉલ્લેખીયની છે કે વેપારીઓના મતે પલળેલી મગફળી તેઓ ખરીદે તો નુકસાની વેપારીઓને ભોગવવાની આવે આમ આ સ્થિતિમાં કોઈને કસુરવાર ઠેરવી શકાય નહીં

દિલ્હી સુધી રજૂઆતો કરી હોવા છતાં સાત સાત વર્ષથી શેડ માટેની સબસિડી નથી મળી રહી : ચેરમેન વલ્લભભાઈ રાજકોટ યાર્ડ


આ પણ વાંચો : શું બધા ખેડૂતો મરશે પછી સરકાર પાક વીમો આપશે? : હાર્દિક પટેલશેડ બનાવવાની 25 કરોડની સબસિડી હજુ નથી મળી : ચેરમેન

આ મામલે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન વલ્લભભાઈએ જણાવ્યું હતું કે ' સરકારે અમને યાર્ડમાં શેડ તૈયાર કરવા માટે સબસિડી આપવાની જાહેરાત કરી હતી. 25 કરોડ રૂપિયાની સબસિડી 7 વર્ષથી આપી નથી. જો આ 25 કરોડ રૂપિયા મળે તો શેડ બંધાય તો ખેડૂતોને નુકસાન ન થાય. ખબર નહીં અમારા મુખ્યમંત્રી ઠંડે કલજે કેમ બેઠા છે” 

 
First published: November 13, 2019, 12:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading