અમદાવાદની વાત કરીએ તો, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે. આ સાથે 30 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. શુક્રવારે 24 કલાકમાં રાજ્યના 151 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જામનગરના જોડિયામાં 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમીરગઢ અને નખત્રાણામાં 4 ઈંચ વરસાદ જ્યારે ગણદેવી અને ઉમરપાડામાં 3.5 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે ચીખલી, વલસાડ, અંજાર અને કપરાડામાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.
Rain in Saurashtra: જામનગર જિલ્લાના જોડિયામાં સવારે 6થી 10 દરમિયાન 147 મિમી (5.88 ઇંચ), ધ્રોલ પંથકમાં 17 મિમી અને જામનગરમાં 3 મિમી જેટલો વરસાદ નોંધાયો છે.
કિંજલ કારસરીયા, જામનગર: રાજ્યમાં (Gujarat) હાલ વરસાદી માહોલ જામ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં (Gujarat rain in September) સારા વરસાદને કારણે સરેરાશ 78.75 ટકા વરસાદ નોંધાયો છે. ચાલુ સિઝનમાં ગુજરાતમાં (rain in Gujarat) સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો (Rain in saurashtra) 89.80 ટકા વરસાદ તથા દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 78.05 ટકા વરસાદ વરસ્યો છે.ત્યારે આજે સવારે જામનગરનાં ધ્રોલ-જોડિયા (rain in Jodia, Jamnagar) પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. જોડિયામાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધ્રોલમાં બે કલાકમાં 10 એમ.એમ. વરસાદ નોંધાયો છે.
બે કલાકમાં 25 તાલુકામાં વરસાદ
આજે ગુરુવારે વહેલી સવારે 6થી 8 કલાકમાં એટલે માત્ર બે કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારના બે કલાક દરમિયાન જ જામનગરના જોડિયામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. નવસારીના ગણદેવીમાં પણ સવારે બે કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં બે કલાકમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. સવારે બે કલાકમાં નવસારી તાલુકામાં પણ 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
જોડિયામાં વરસાદને કારણે પાણી ભરાયા
જોડિયામાં ચાર કલાકમાં 5.88 ઇંચ વરસાદ
તો જામનગરના ધ્રોલ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત જામનગર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ જામ્યું હતું અને છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. દસ વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના જોડિયામાં સવારે 6 થી 10 દરમિયાન 147 મિમી (5.88 ઇંચ), ધ્રોલ પંથકમાં 17 મિમી અને જામનગરમાં 3 મિમી જેટલો વરસાદ પડયાનું નોંધાયું છે.
અનેક વિસ્તારોમા પાણી-પાણી
જોડિયા પંથકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસતા જોડિયાના લીંબુડા, બાદનપર, કેસીયા, ભાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા.
ખેતરોમાં પણ વરસાદને કારણે પાણી ભરાયા
અગાઉ 13 તારીખે પડેલા ભારે વરસાદ બાદ દસ દિવસે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ખેડૂતો વરસાદના કહેરને લઈને તોબા પોકારી ઉઠયા છે. હવે સરકાર સમક્ષ સહાયની માંગણી પણ કરી રહ્યા છે.
" isDesktop="true" id="1135596" >
આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી ચાર દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે છુટોછવાયો વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુરુવારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.