Home /News /gujarat /રાજકોટ સહિત અમદાવાદમાં વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

રાજકોટ સહિત અમદાવાદમાં વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

શનિવારે પડેલા વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વરસાદી ઝાપટાથી પાકને ઘણો ફાયદો થશે.

શનિવારે પડેલા વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વરસાદી ઝાપટાથી પાકને ઘણો ફાયદો થશે.

    રાજ્યમાં ચોમાસાના આગમનને હવે બસ ગણતરીના જ કલાકો બાકી છે, એ પહેલા અમરેલી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો, અહીં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું.તો સાંજના સમયે અમદાવાદ અને રાજકોટમાં તથા આસપાસના ગામડામાં વરસાદ પડ્યો હતો.

    અમરેલીમાં બપોર બાદ ધારી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપડા પડ્યા, વાયુ વાવાઝોડા દરમિયાન પડેલા ધોધમાર વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી લીધી હતી જેથી શનિવારે પડેલા વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વરસાદી ઝાપટાથી પાકને ઘણો ફાયદો થશે.

    અહીં ક્લિક કરી વાંચોઃ ચોમાસાની સ્પીડ થઈ ફાસ્ટ, બિહાર બાદ હવે અહીં ભારે વરસાદની આગાહી!

    તો ઉત્તર ગુજરાતમાં દાહોદ અને સાબરકાંઠામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા. અહીં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી અને બફારો હતો, જેથી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, વિજયનગર અને દાંતામાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Rain in gujarat, અમરેલી, ઉત્તર ગુજરાત, ચોમાસુ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन