રાજકોટમાં બપોર સુધીમાં 6 ઇંચ વરસાદ, સુરેન્દ્રનગરનું ગામ સંપર્ક વિહોણુ

News18 Gujarati
Updated: August 10, 2019, 6:20 PM IST
રાજકોટમાં બપોર સુધીમાં 6 ઇંચ વરસાદ, સુરેન્દ્રનગરનું ગામ સંપર્ક વિહોણુ
સુરેન્દ્રનગર મૂળી તાલુકાનું ગામ ઉમરડા સંપર્ક વિહોણું થઇ જવાનું બહાર આવ્યું છે. છેલ્લા 24 કલાકથી ગ્રામજનોની મદદે કોઇ તંત્ર આવ્યું નથી.

સુરેન્દ્રનગર મૂળી તાલુકાનું ગામ ઉમરડા સંપર્ક વિહોણું થઇ જવાનું બહાર આવ્યું છે. છેલ્લા 24 કલાકથી ગ્રામજનોની મદદે કોઇ તંત્ર આવ્યું નથી.

  • Share this:
હરીન માત્રાવાડિયા, રાજકોટ/રાજેન્દ્ર ગઢવી, સુરેન્દ્રનગરઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં શનિવારે સાર્વત્રિક વરસાધ પડી રહ્યો છે. તો ખાસ કરીને મેઘરાજાએ સૌરાષ્ટ્ર-કચ્છમાં વિશેષ મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. તો સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાનું ઉમરડા ગામ સંપર્ક વિહોણું થઇ ગયું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજકોટ જિલ્લામાં શનિવારે વહેલી સવારથી મેઘરાજા ધોધમાર વરસ્યા હતા. અહીં સવારે 6થી બપોરના 4 વાગ્યા સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો આસપાસના વિસ્તાર એવા કોટડા સાંગાણીમાં 3 ઇંચ, લોધિકામાં 7.5 ઇંચ, વીંછીયામાં અડધો ઇંચ, ઉપલેટામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ ગોસાબારા નજીક 3 નાની હોડીઓ ડૂબી, 3 માછીમારોનાં મોત, 6નો બચાવ, 40 લાપતા

રાજકોટ જિલ્લામાં છેલ્લા 30 કલાકમાં 17 ઇંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને નદી-નાળા અને અનેક ડેમો છલકાયા છે. રાજકોટમાં મોસમમાં અત્યારસુધીમાં 40 ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરેન્દ્રનગર મૂળી તાલુકાનું ગામ ઉમરડા સંપર્ક વિહોણું


તો સુરેન્દ્રનગર મૂળી તાલુકાનું ગામ ઉમરડા સંપર્ક વિહોણું થઇ જવાનું બહાર આવ્યું છે. છેલ્લા 24 કલાકથી ગ્રામજનોની મદદે કોઇ તંત્ર આવ્યું નથી, જેના કારણે ગ્રામજનોએ વીડિયો વાયરલ કરી મદદ માગી છે.
First published: August 10, 2019, 6:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading