'ઓલાની પિન રાફેલમાં ચોંટી છે રાત્રે ઉઠાડી ને પૂછો તોઇ રાફેલ રાફેલ જ કરે' : રૂપાલા

News18 Gujarati
Updated: March 27, 2019, 7:36 AM IST
'ઓલાની પિન રાફેલમાં ચોંટી છે રાત્રે ઉઠાડી ને પૂછો તોઇ રાફેલ રાફેલ જ કરે' : રૂપાલા
કેન્દ્રીય કૃષિરાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ફાઇલ તસવીર

રૂપાલાએ કહ્યું કે વિપક્ષ પાસે વડાપ્રધાન પદ માટેના કોઈ ઉમેદવાર નથી ને ચૂંટણી લડવા નિકળા છે, જાન નીકળી છે પણ વરરાજા ની ગાડી નથી

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ: રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના વિજય વિશ્વાસ સંમ્મેલનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલાએ રાહુલ ગાંધી પર તળપદી ભાષામાં આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 'ઓલાની પીન રાફેલ પર ચોંટી ગઈ છે, તેને ઉંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ રાફેલ રાફેલ જ કરે છે.

પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું,“ઓલાની પિન રફેલમાં ચોંટી છે રાત્રે ઉઠાડી ને પૂછો તોઇ રફેલ રફેલ જ કરે અંબાણી ને માત્ર 800 કરોડનું કામ મળ્યું છે 800 કરોડની ગ્રાન્ટ નથી આપી ભાજપ સરકારે, 800 કરોડના કામમાં 30 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કેમ થાય? અંબાણી પરિવારનું સામ્રાજ્ય મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાંનું છે, અંબાણી પરિવાર માત્ર ગુજરાતી હોવાથી તેને કોંગ્રેસના નેતાઓ ટાર્ગેટ કરે છે.”

પીએમના દાવેદાર નથી

કોઈરૂપાલાએ કહ્યું કે વિપક્ષ પાસે વડાપ્રધાન પદ માટેના કોઈ ઉમેદવાર નથી ને ચૂંટણી લડવા નિકળા છે, જાન નીકળી છે પણ વરરાજા ની ગાડી નથી, એક જ પાર્ટી એવી છે જેમાં વરરાજો આગળ છે અને પાછળ જાન છે તે ભાજપ પાર્ટી છે, આખી દુનિયામાં નરેન્દ્રભાઈનો વટ ત્યારે પડે છે જ્યારે તેમની પાસે સ્પષ્ટ બહુમતી છે. આ તકે પુરષોતમ રૂપાલા એ મોદીને બાપુજી ગણાવ્યા હતા. અભિનંદનને 24 કલાકમાં છૂટવા નું કારણ બાપુજીનો તાપ હોવાનું ગણાવ્યું હતું બાપુજીના તાપથી છૂટેલા અભિનંદનની કોઈ વાત નહીં.

રાહુલે ખીજમાં સહાયની જાહેરાત કરી

રૂપાલાએ વધુમાં કહ્યું,“એર સ્ટ્રાઈક કરવામાં આવે ત્યારે પંચનામું કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે એર સ્ટ્રાઈકના પુરાવા માંગવાનું આ કોંગ્રેસને કોણ કહે છે, ભાજપ સરકારે ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરાવ્યા જે બાદ રાહુલ ગાંધીએ ખીજમાં જાહેરાત કરી ગરીબોના ખાતામાં 72 હજાર જમા કરાવવાની જાહેરાત કરી પરંતુ આ સહાય  કોને આપશો કેવી રીતે આપશો તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.”
First published: March 26, 2019, 10:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading