Home /News /gujarat /

રાજકોટ : આપઘાતના કિસ્સાઓ નિવારવા નવ માળની સમરસ હોસ્પિટલમાં અનોખી પહેલ

રાજકોટ : આપઘાતના કિસ્સાઓ નિવારવા નવ માળની સમરસ હોસ્પિટલમાં અનોખી પહેલ

રાજકોટ : આપઘાતના કિસ્સાઓ નિવારવા નવ માળની સમરસ હોસ્પિટલમાં અનોખી પહેલ

સમરસ હોસ્પિટલના નોડલ ઓફિસર ચરણસિંહ ગોહિલે જાતે દેખ-રેખ રાખીને જાળી લગાવવાનું આ કામ યુદ્ધના ધોરણે પાર પાડયું

રાજકોટ : કોરોનામાં મૃત્યુદર માત્ર બે થી ત્રણ ટકાનો જ હોવા છતાં કોરોનાના દર્દીઓ હતાશાનો શિકાર બનીને ન કરવાનું કરી બેસતા હોય છે. ત્યારે રાજકોટના કોરોનાના દર્દીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યરત કરાયેલી નવ માળની સમરસ હોસ્પિટલમાં હતાશાનો ભોગ બનેલ દર્દી દૂર્ઘટના ન આચરી બેસે તે માટે રક્ષણાત્મક જાળી નાખવામાં આવી છે.

રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર નાનામાં નાની બાબતોની પણ દરકાર કરીને કેટલી અમૂલ્ય માનવીય ફરજ બજાવી રહ્યું છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. કોરોનાની નિરાશાનો ભોગ બનેલ એક મહિલા દર્દીએ તાજેતરમાં લીધેલ એક અફસોસજનક પગલાં બાદ કલેકટર રેમ્યા મોહને અન્ય દર્દીઓ આવી હતાશાનો શિકાર બનીને કોઇ અવિચારી કૃત્ય ન કરી બેસે તે માટે સમગ્ર પરિસરની આજુબાજુ સંરક્ષણાત્મક જાળી નાખવાના આદેશો કર્યા છે, જે મુજબ શહેર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર નિતિશભાઇ કામદારના માર્ગદર્શનમાં માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં પહેલા તથા ચોથા માળે તાત્કાલિક અસરથી જાળી ફીટ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો - ભાવનગરમાં ભાજપના કાર્યકરની દાદાગીરી, કહ્યું- હું ભાજપનો કાર્યકર્તા છું, કાયદો મારા ખિસ્સામાં છે

સમરસ હોસ્પિટલના નોડલ ઓફિસર ચરણસિંહ ગોહિલે જાતે દેખ-રેખ રાખીને જાળી લગાવવાનું આ કામ યુદ્ધના ધોરણે પાર પાડયું છે. આ જાળીથી દુર્ઘટના બનતી અટકશે, ઉપરાંત, ફાયર સેફટીમાં પણ આ જાળી મહત્વની પુરવાર થશે. જિલ્લા વહીવટીતંત્રના માનવીય અભિગમનો આ ઉત્તમ નમૂનો છે, જેમાં કોરોનાના દર્દીઓનો ઝીણવટભર્યો ખ્યાલ રાખીને તેમને પુનઃ સ્વસ્થ થવા માટે સહ્રદયતાથી મદદ કરવામાં આવે છે.

મહત્વનું છે કે જે રીતે થોડા દિવસ પહેલા જ સમરસ હોસ્ટેલમાં એક મહિલા કે જેવો કોરોના પોઝિટિવ હતા અને તેઓ સારવારમાં હતા. તેમણે હતાશાને કારણે સમરસ હોસ્ટેલના પાંચમાં માળેથી નીચે પટકાતા આપઘાત કર્યો હતો ત્યાર બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. હવે કોઈ પણ આવા અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને જાળી ફીટ કરાવી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Samaras Hospital, Samaras Hospital Rajkot, Suicide cases, આત્મહત્યા, રાજકોટ

આગામી સમાચાર