‘લોકોને કોરોનાના કહેરથી બચાવવા એ પણ અલ્લાહની ઈબાદતથી કમ નથી’


Updated: May 23, 2020, 5:14 PM IST
‘લોકોને કોરોનાના કહેરથી બચાવવા એ પણ અલ્લાહની ઈબાદતથી કમ નથી’
આંબરડી સબ સેન્ટરમાં ફરજ બજવતાં જાવેદભાઈને રાજકોટના જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓના આરોગ્યના સર્વે કરવાની જવાબદારી સોંપવામાં આવી છે

આંબરડી સબ સેન્ટરમાં ફરજ બજવતાં જાવેદભાઈને રાજકોટના જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓના આરોગ્યના સર્વે કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

  • Share this:
રાજકોટ : જસદણ તાલુકાના વડોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આંબરડી સબ સેન્ટરમાં ફરજ બજવતાં જાવેદભાઈને રાજકોટના જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓના આરોગ્યના સર્વે કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સાથે-સાથે તેમના સાથી હેલ્થ વર્કરોનું સંચાલન પણ તેમને સોંપવામાં આવ્યુ હતું. જ્યાં તેઓ પોતાની ટીમ સાથે ઘરે-ઘરે જઈને દરેક નાગરિકોને રોગથી બચવા ઘરથી કારણ વગર બહાર ન નીકળવા માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા વગેરે જેવી મહત્વની લોકજાગૃતિ બાબતોની માહિતી આપી હતી અને પ્રત્યેક વ્યક્તિને આરોગ્યની તપાસ કરવા માટે પણ સમજાવતા હતા.

જાવેદભાઈના જણાવ્યા મુજબ પહેલાં લોકો અમારી વાત માનતા નહીં, તેમને સમજાવવા જતા ઘણીવાર અમારે ઘણુ જ ખરૂ ખોટું સાંભળવું પડતુ હતું છતાં અમે તેમને ટેસ્ટ કરાવવા માટે સમજાવતા. ઘણા લોકો ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવતા અને જ્યારે તંદુરસ્ત થઈને તેઓ પાછા આવે ત્યારે તેઓ ખુશ થઈને અમારો દિલથી આભાર માનતા અમને આશિર્વાદ આપતા. આરોગ્ય કર્મીની સાથે એક માનવ તરીકે અમારૂં એક માત્ર જ ધ્યેય છે કે અમે વધુથી વધુ આ વૈશ્વિક મહામારીથી મુક્ત રાખીએ.

આ પણ વાંચો - કોરોના : અમદાવાદનો રિકવરી રેટ 140% થયો, છતાં કેસ મામલે દેશના ટોપ ત્રણ શહેરમાં સામેલ

આ 56 દિવસના કાર્ય દરમિયાન આ મલ્ટિર્પપઝ હેલ્થ વર્કરોએ સ્વખર્ચે ભંડોળ એકત્ર કરીને જંગલેશ્વર વિસ્તારના જરૂરિયાતમંદ અને ગરીબ રહેવાસીઓને જીવન આવશ્યક ચીજોની રાશન કીટ પણ આપી હતી. સાથો-સાથ દરેક રહેવાસીઓને રોગની ગંભીરતાથી માહિતગાર કરીને ઘરે રહેવા અનુરોધ કર્યો હતો. જાવેદભાઈએ તેમની ડ્યુટી જંગલેશ્વરમાં આવી હોવાનું જણાવ્યું ત્યારે પ્રથમ તો તેમના પરિવારજનોએ ખચકાટ અનુભવ્યો હતો, પરંતુ જાવેદભાઈ પરિવારને આશ્વસ્ત કરીને પોતાનું કર્મ નિભાવતા હતા. આજે તેમનો પરિવાર પણ તેમના આ કાર્યથી ખૂબ જ ગર્વ અનુભવે છે. જાવેદભાઈએ રમઝાન માસના રોજા થકી અલ્લાહની ઈબાદતમાં દર્દીઓ સાજા થાય તેવી દુઆઓ કરીને એક નેક અને પાક બંદા તરીકેની પણ નૈતિક ફરજ બજાવી રહ્યા છે.
First published: May 23, 2020, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading