Home /News /gujarat /CM રૂપાણીના રાજકોટમાં ખાનગી શાળાઓએ કર્યો નવરાત્રી વેકશનનો વિરોધ

CM રૂપાણીના રાજકોટમાં ખાનગી શાળાઓએ કર્યો નવરાત્રી વેકશનનો વિરોધ

નવરાત્રીના ગરબા કાર્યક્રમની ફાઇલ તસવીર

સીએમ રૂપાણીના રાજકોટની 400 જેટલી ખાનગી શાળાના સંચાલકોના મંડળ દ્વારા સરકારના પરિપત્રનો વિરોધ કરાશે.

    હરિન માત્રાવાડિયા, રાજકોટ : નવરાત્રીમાં સરકારી અને ખાનગી શાળાઓને વેકેશન આપવાની સરકારે જાહેરાત કરી તેની ગણતરીની કલાકોમાં જ રાજકોટથી વિરોધના સૂર ઉઠી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉનમાં ગત વર્ષે પણ નવરાત્રીના વેકેશનનો વિરોધ કર્યો હતો. દરમિયાન આજે સવારે શિક્ષણ મંત્રીએ કરેલી જાહેરાત બાદ બપોરે રાજકોટની સ્વનિર્ભર શાળાના સંચાલકોએ નવરાત્રી વેકેશનના પરિપત્રનો વિરોધ કર્યો છે.

    રાજકોટ શહેરમાં કાર્યરત 400થી વધુ ખાનગી શાળાના સંચાલકોના મંડળ દ્વારા આ વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આ મુદ્દે શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવશે. સંચાલકોએ નવરાત્રી વેકેશનના કારણે બાળકોનું શિક્ષણ કાર્ય બગડતું હોવાનો વિરોધ નોંધાવ્યો છે.

    આ પણ વાંચો :  ગુજરાતમાં શાળાઓમાં નવરાત્રી વેકેશન રહેશે યથાવત્

    ગત વર્ષે નવરાત્રીમાં વેકેશન આપવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા આ વિકેશન રદ કરવામાં આવ્યું હતું જોકે આ વેકેશન ફરી યથાવત રાખવાનો નિર્મય કરવામાં આવ્યો છે. શાળાઓમાં નવરાત્રી વેકેશન રાખવાનો સરકારનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિ દ્વારા ભલામણ કરાઇ હતી કે નવરાત્રી વેકેશન રદ કરવામાં આવે. જોકે, શિક્ષણ પ્રધાનની બોર્ડના ચેરમેન સાથેની બેઠક બાદ નિર્ણય લેવાયો હતો.

    મળતી માહિતી પ્રમાણે વર્ષ 2018-19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં પણ ચાલું રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપેલી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઇને નવરાત્રી વેકેશન ચાલું રાખવાની પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Oppose, Private school, રાજકોટ

    विज्ञापन
    विज्ञापन