જામનગર: જયેશ પટેલ ગેંગ પર પોલીસનો ગાળીયો કસાયો, આઠ સાગરીતની ધરપકડ

News18 Gujarati
Updated: October 16, 2020, 5:15 PM IST
જામનગર: જયેશ પટેલ ગેંગ પર પોલીસનો ગાળીયો કસાયો, આઠ સાગરીતની ધરપકડ
જયેશ પટેલના સાગરીતોની ધરપકડ.

જામનગરના જયેશ પટેલ ગેંગ મામલે રાજકોટ રેન્જ આઈજી સંદિપસિંહ અને એસપી દિપેન ભદ્રનની પ્રેસ કોન્ફરન્સ

  • Share this:
જામનગર : જામનગરના જયેશ પટેલ ગેંગ પર પોલીસે ગાળીયો વધારે મજબૂત બનાવ્યો છે. જયેશ પટેલની ગેંગ મામલે રાજકોટ રેન્જ આઈજી સંદિપસિંહ અને જામનગરના એસપી દિપેન ભદ્રને પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. જામનગરમાં ગુજસીટોક હેઠળ પાંચમી ફરિયાદ નોંધાઇ છે. જે અંતર્ગત જામનગરમા કુખ્યાત જયેશ પટેલ સહિત ગેંગ સામે ફરિયાદ નોંધાઈ છે. જયેશ પટેલ સહિત 14 લોકો સામે જામનગર પોલીસે ફરિયાદ નોંધી છે.

રાજકોટ રેન્જ આઈજી સંદિપસિંહે જણાવ્યું હતું કે જયેશ પટેલના આઠ સાગરિત પકડાયા છે. જમીનના ખોટા દસ્તાવેજો બનાવી દાવો કરતા હતા.
મૂળ જમીન માલિકને ધાક ધમકી આપતા હતા. વેપારીઓ અને બિલ્ડરને ધમકી આપતા અને પૈસા પડાવતા હતા.

આ પણ વાંચો - 23 ઓક્ટોબરથી બિહાર મિશન પર રહેશે PM મોદી, 12 રેલીઓ કરશે, જુઓ કાર્યક્રમ

જમનગર શહેરમાં પ્રથમ વખત ગુજસીટોક કાયદાનો ઉપયોગ થયો છે. આ કાયદામાં 10 વર્ષથી જનમટીપની જોગવાઇ છે. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયાની ધરપકડ કરવામાં આવી છે. તો ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત પોલીસમેન વસરામ આહિર પણ સકંજામાં આવ્યા છે. નવાનગર ટાઈમ અખબાર સાથે સંકળાયેલા પ્રવીણ ચોવટિયા પણ ઝડપાયા છે.
જામનગરના કુખ્યાત ડોન જયેશ પટેલની ગેંગ સામે અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. જેમાં અપહરણ, હત્યાનો પ્રયાસ, હત્યા, જમીન પચાવવી સહિતના ગંભીર ગુનાઓ નોધાયેલા છે.
Published by: Ashish Goyal
First published: October 16, 2020, 4:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading