રાષ્ટ્રપતિ કોવિંદ કચ્છ રણોત્સવ-2018માં હાજરી આપશે, સાસણમાં સિંહ પણ જોશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ફાઇલ તસવીર

દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કચ્‍છનાં ધોરડો ખાતે રણઉત્‍સવ-૨૦૧૮માં ૨૯મી ડિસેમ્‍બરનાં રોજ હાજરી આપશે.

 • Share this:
  દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કચ્‍છનાં ધોરડો ખાતે રણઉત્‍સવ-૨૦૧૮માં ૨૯મી ડિસેમ્‍બરનાં રોજ હાજરી આપશે. રાષ્ટ્રપતિના આગમનને લઇને કચ્છ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા તેની પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

  આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના આ પ્રવાસ દરમિયાન સાસણ-ગીર ખાતે પણ મુલાકાત લેશે અને સિંહ દર્શન કરશે. સાસણમાં પણ રાષ્ટ્રપતિનાં આગમનને લઇને વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

  સફેદ રણમાં યોજાનારા સાંસ્‍કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનની જિલ્‍લાના વહીવટીતંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ આરંભી દેવાઇ છે.

  જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહનના અધ્‍યક્ષપદે ગઇકાલે મોડી સાંજે કલેકટરની ચેમ્‍બરમાં મળેલી અધિકારીઓની બેઠકમાં સમગ્ર કાર્યક્રમ અંગેના પૂર્વ આયોજનની ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી. જેમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ સહિત મહાનુભાવોનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ તેમજ ડાયસ પ્‍લાન ઘડી કાઢવા સાથે ગાર્ડ ઓફ ઓનર, કાયદો-વ્‍યવસ્‍થા, બીએસએફ દ્વારા કેમલ-શો યોજવા સહિતની તૈયારીઓ અંગે સંબંધિત વિભાગોને સૂચના અપાઇ હતી.

  જિલ્‍લા કલેકટરે સ્‍ટેજ પ્રોગ્રામ, એકોમોડેશન, લાયઝન અધિકારીઓની નિમણુંક કરવા તેમજ મહાનુભાવોની મૂલાકાતને ધ્‍યાને લઇ ટેન્‍ટ સુવિધાની આનુષાંગિક કામગીરીની ચકાસણી, પાણી અને વીજ પૂરવઠો સતત મળી રહે તે સુનિશ્‍ચિત કરવા, પોલીસ અને બી.એસ.એફ.બેન્‍ડની વ્‍યવસ્‍થા, સફેદ રણ સુધીના રોડ ઉપર રિફલેક્ટિંગ લાઇટ અને રોડ માર્કીંગ લગાડવા, પોલીસ બંદોબસ્‍ત, ટ્રાફિક વ્‍યવસ્‍થા સુનિશ્‍ચિત કરવા પણ નિર્દેશ આપ્‍યો હતો.

  આ ઉપરાંત મેન્‍ટેનન્‍સ ટીમ, મેડીકલ ટીમ, ઇમરજન્‍સી ટીમ, કંટ્રોલરૂમ વગેરેના ગઠનની બેઠકમાં સૂચનાઓ અપાઇ હતી. મહાનુભાવોની સનસેટ પોઇન્‍ટની મૂલાકાત ઉપરાંતના અન્‍ય સંભવિત કાર્યક્રમોનું પણ આયોજન ઘડાયું હતું. બેઠકમાં કાર્યક્રમમાં આવનારા મહાનુભાવોની સુરક્ષા વ્‍યવસ્‍થા સહિતનું આયોજન ઘડી કાઢવા ધોરડોની સાઇટ વિઝીટ સહિતનું બેઠકમાં આયોજન કરાયું હતું.
  Published by:Kaushal Pancholi
  First published: