Home /News /gujarat /

રાષ્ટ્રપતિએ લીધી સાસણ ગીરની મુલાકાત, કર્યા સિંહ દર્શન

રાષ્ટ્રપતિએ લીધી સાસણ ગીરની મુલાકાત, કર્યા સિંહ દર્શન

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સાસણ ગીરની અભ્યાસુ મુલાકાત લીધી હતી. ગીર અભયારણ્યમાં વધતી જતી સિંહોની સંખ્યા અને સિંહોની દેખભાળ માટે થતા સફળ પ્રયાસોની વિગતોથી તેઓ માહિતગાર થયા હતા. રાષ્ટ્રપતિએ ગીર અભયારણ્યમાં વિહરતા એશિયાટીક સિંહો અને હરણ સહિતના વન્યપ્રાણીઓને નિહાળી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

  રાષ્ટ્રપતિ દુધાળા નેસ પાસેથી નિકળ્યા ત્યારે માલધારીઓએ રોડ પર ઉભા રહીને ખુશી વ્યક્ત કરી હતી. ડેડકડી રેન્જ અને કેરંભા રાઉન્ડમાં સિંહ-સિંહણને પરિવાર સાથે અને માર્ગ પર પણ સિંહને વિહરતા નિહાળ્યા હતા.

  ગીરમાં છેલ્લે થયેલી સિંહોની વસતી ગણતરીમાં સિંહોની સંખ્યા વધીને ૫૨૩ ની થઇ છે અને ત્યાર પછી પણ સિંહોની વસતી વધવામાં જણાય છે. ગીર અને આસપાસના વિસ્તારમાં ઉભી થતી જતી સિંહો માટેની અનુકુળતામાં સ્થાનિક લોકોએ ખુબ અગત્યની સહભાગીતા નોંધાવી છે તેની વિગતો વન વિભાગ પાસેથી જાણીને રાષ્ટ્રપતિએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.  ગુજરાત સરકાર દ્વારા પ્રોજેક્ટ લાયન, ૨૦૦૭ થી સિંહોના રક્ષણની વિશેષ નીતિ તેમજ પર્યાવરણના રક્ષણ સાથે સિંહ દર્શનની સાસણમાં પ્રવાસીઓની વ્યવસ્થા, સિંહોની અદ્યતન સારવાર માટેની વ્યવસ્થાઓની વિગતો વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી જાણી ટીમવર્કથી થઇ રહેલા કામ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.

  ગીરની મુલાકાત વેળાએ વન મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, વન વિભાગના શ્રી જી.કે.સિંહા, શ્રી એ.કે.સક્સેના, જુનાગઢ સી.સી.એફ.શ્રી ડી.ટી.વસાવડા, સાસણ ડી.સી.એફ.શ્રી મોહન રામ હાજર રહ્યા હતા. આ પૂર્વે સાસણ ખાતે વન મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા અને મેયર શ્રીમતિ આદ્યશક્તિબહેન, કલેક્ટર ડૉ.સૌરભ પારધી અને જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંઘ તેમજ ઉચ્ચ અધિકારીઓએ તેમનુ સ્વાગત કર્યુ હતુ. સિંહ સદનના ઓડીટોરીયમ ખાતે છંદ-દૂહા, મહેર રાસ અને સીદી બાદશાહોના ધમાલ નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Asiatic Lion

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन