પોસ્ટમેન રાજકોટ જિલ્લાની 20 હજાર ગંગા સ્વરૂપા બહેનોને ઘરે સહાય આપવા જશે


Updated: April 7, 2020, 10:37 PM IST
પોસ્ટમેન રાજકોટ જિલ્લાની 20 હજાર ગંગા સ્વરૂપા બહેનોને ઘરે સહાય આપવા જશે
પોસ્ટમેન રાજકોટ જિલ્લાની 20 હજાર ગંગા સ્વરૂપા બહેનોને ઘરે સહાય આપવા જશે

આ કામગીરીનો પ્રારંભ તા. 8 એપ્રિલથી બેડીપરા પોસ્ટ ઓફિસ વિસ્તારમાંથી કરવામાં આવશે

  • Share this:
રાજકોટ : રાજકોટ જિલ્લાની 20 હજાર ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને 1250 રુપિયા રાજ્ય સરકારની યોજના અન્વયે પોસ્ટ ખાતા મારફતે તેના પોસ્ટના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. કોરોના વાયરસની સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા લાભાર્થી બહેનોને DBT મારફતે પોસ્ટખાતામાં જમા કરવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ અને પોસ્ટ વિભાગના સંકલન હેઠળ આ એડવાન્સ સહાયની રકમ માટે બહેનોને પોસ્ટ ઓફિસે લોકડાઉનની સ્થિતિમાં જવું ન પડે અને ઘરે જ આ રકમ મળી જાય તેવું આયોજન કરવામાં આવેલ છે. પોસ્ટ ઓફિસના સહકારથી દરેક લાભાર્થીને પોસ્ટમેન દ્વારા ઘરે નાણા ચુકવવામાં આવનાર છે.

પોસ્ટમેન સાથે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કર્મચારીઓ પણ સાથે રહી નિરાધાર વિધવા બહેનોને રેશન, દવા, જીવન જરૂરી વસ્તુઓની જરૂરીયાતની માહિતી મેળવી શક્યત: સેવાઓ પુરી પાડવામાં આવશે. આ કામગીરીનો પ્રારંભ તા. 8 એપ્રિલથી બેડીપરા પોસ્ટ ઓફિસ વિસ્તારમાંથી કરવામાં આવશે. આ કામગીરીમાં સંબંધિત પ્રાંત અધિકારી અને મામલતદારે પણ સહયોગ આપવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર ભારતમાં લોકડાઉન છે ત્યારે રાજકોટમાં પણ જે રીતે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે તો સાથે જ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ લોકડાઉન ને કારણે બસ તેમજ રીક્ષાની સેવા પણ બંધ રાખવામાં આવી છે. આવા સમયે ગંગા સ્વરૂપ બહેનોને પોસ્ટ ઓફીસ પહોંચવા સહિત અન્ય કોઈ પણ તકલીફ પડે નહીં તેના માટે ખાસ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
First published: April 7, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading