પ્રતીશ શીલુ, પોરબંદર : કોરોનાના કપરા કાળમાં દર્દીઓને જરૂરી સારવાર આપનાર ડોક્ટરોની પોરબંદરમાં ભારે અછત સર્જાઈ રહી છે. તેવા સમયે પોરબંદરના ધારાસભ્ય બાબુભાાઇ બોખીરીયાના પુત્ર ડો.આકાશ રાજશાખા ખરા અર્થમાં કોરોના યોદ્ધા બની કોરોનાની આ પરિસ્થિતિમાં માત્ર 1 રૂપિયા ટોકન ચાર્જમાં પોરબંદરની ભાવસિંહજી કોવિડ હોસ્પિટલમાં સેવા આપવા માટે તૈયારી બતાવી છે. તેમને સેવાની તક આપવામાં આવે તે માટે તેઓએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજુઆત પણ કરી છે.
ઉલેખ્ખનીય છે કે ડો.આકાશ રાજશાખા એમએસ એટલે જનરલ સર્જન ડોક્ટર છે. હાલમાં કોરોનાની પરિસ્થિતિમાં ઉંચો પગાર આપવા છતા પણ મેડીકલ, પેરામેડીકલમાં લોકો નોકરી માટે તૈયાર થઈ રહ્યા નથી. આવા સંજોગોમાં પોરબંદરના ધારાસભ્યના પુત્ર ડો.આકાશ રાજશાખાનો આ નિર્ણય ખરા અર્થમાં સરાહનીય છે. લોકો પણ તેઓને આ નિર્ણય આવકારી રહ્યા છે.