હોળી પર હોલિકાદહન કરીએ છીએ તેમ આ વખતે કોરોનાનું દહન કરવાનું છે: રમેશભાઈ ઓઝા

હોળી પર હોલિકાદહન કરીએ છીએ તેમ આ વખતે કોરોનાનું દહન કરવાનું છે: રમેશભાઈ ઓઝા
રમેશભાઇ ઓઝા

તમામ પ્રજાજનોને મારી અપીલ કે, આ વખતની હોળી ઘરે તિલક (Tilak Holi) કરીને ઉજવીએ અને કોરોના સંક્રમણને ફેલાતું અટકાવીએ.

  • Share this:
    પ્રતિશ શિલુ, પોરબંદર: હોળી-ધૂળેટીના (Holi) પર્વ પર ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ (Rameshbhai oza) દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, કોરોના કાળમાં આપણે પહેલી હોળી-ધૂળેટી ઉજવી રહ્યા છે તો હું આપ સૌને કહેવા માંગીશ કે જેમ આપણે હોળી પર હોલિકા દહન (Holika Dahan) કરીએ છીએ તેમ આ વખતે આપણે કોરોનાનું દહન કરવાનું છે. આ હોળી-ધૂળેટી આપણે એવી રીતે મનાવીએ કે, કોરોના સંક્રમણ વધે નહીં અને આપણે સૌ સુરક્ષિત રહીએ. તમામ પ્રજાજનોને મારી અપીલ કે, આ વખતની હોળી ઘરે તિલક (Tilak Holi) કરીને ઉજવીએ અને કોરોના સંક્રમણને ફેલાતું અટકાવીએ.

    સાન્દિપનીમાં આ વખતે સાદાઇથી હોળી થશે



    ઉલેખ્ખનીય છે કે,દર વર્ષે હોળી-ધૂળેટી પર્વની સાન્દિપની ખાતે આવેલા હરિમંદિરમાં ભક્તિભાવ સાથે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને જોતા સરકારની ગાઈડલાઈન અનુસાર જે રીતે કલર-પાણી સાથે હોળી-ધૂળેટી પર્વ નહી રમવા જે નિર્ણય કરાયો છે તેને ધ્યાને લઈને આ વર્ષે માત્ર સાદાઈથી હોળીની ઉજવણી થશે.

    રંગરસીયાઓ સાવધાન! કોરોના ગાઇડલાઇનનું કર્યું ઉલ્લંઘન તો કપાઇ જશે સોસાયટી કે મકાનનું નળ અને ગટર કનેક્શન

    શ્રીહરિને અબિલ ગુલાલ છાંટી ભાઈશ્રી ઉજવણી કરશે

    ભગવાન શ્રીહરિને અબિલ ગુલાલ છાંટી ભાઈશ્રી ઉજવણી કરશે. દર વર્ષે જે રીતે ભાવિકો સાથે ભવ્ય ફૂલડોલ ઉત્સવ ઉજવાતો હતો તે ઉત્સવ આ વખતે સાન્દીપની ખાતે નહી યોજાય. સાન્દીપની ખાતે ફૂલડોલ ઉત્સવ નહી ઉજવાય પરંતુ દરવર્ષની જેમ આ વર્ષે પણ હોલીકા દહન જે રીતે પ્રાચિન પરંપરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે છે તે હોલીકા દહનતો સરકારની તમામ ગાઈડલાઈનના પાલન સાથે કરવામાં આવશે અને આ પર્વની ઉજવણી કરવામાં આવશે.

    કેરીના ચાહકો માટે માઠા સમાચાર, અમરેલીમાં આંબાના મોર અકાળે ખરી પડ્યા, ખેડૂતો ચિંતિત

    રમેશભાઈ ઓઝા એ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો

    કથાકાર રમેશભાઈ ઓઝા એ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પોરબંદરની ઠકરાર હૉસ્પિટલમાં રમેશભાઈ ઓઝાએ વેક્સીન લીધી અને લોકોને પણ વેક્સીન લેવા માટે અપીલ કરી હતી.



    વેક્સીન લીધા બાદ તેમને કહ્યું, આપણે સૌ વેક્સીન લઈ આપણા પરિવાર અને સમાજ લોકોની રક્ષા કરીએ. કોરોના સામેની લડાઈમાં વેક્સીન સૌએ લેવી જોઈએ.
    Published by:Kaushal Pancholi
    First published:March 28, 2021, 14:36 pm

    ટૉપ ન્યૂઝ