અતુલ જોશી, મોરબી : મોરબી જીલ્લામાં કોરોના કાળમાં રાત દિવસ જોયા વિના પરિવારની ચિંતા કર્યા વિના જ ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓને કોરોના વેકસીન આપવામાં આવી છે. જેમાં મોરબી એસપી એસ આર ઓડેદરા, અધિક કલેક્ટર કેતન જોશી, ડીવાયએસપી રાધિકા ભારાઈ, હર્ષ ઉપાધ્યાય, પીઆઈ વી બી જાડેજા, પીઆઈ જે એમ આલ, પીઆઈ આઈ એમ કોંઢિયા, પીએસઆઇ એ એ જાડેજા ,પીએસઆઇ એન બી ડાભી સહિતના તમામ પીઆઈ, પીએસઆઇ, ડીવાયએસપી સહિતનાં પોલીસકર્મીઓએ વેકસીન લીધી છે.
મોરબીમાં રાત દિવસ પરિવારની ચિંતા કર્યા વિના કોરોના કાળમાં મોરબી પોલીસના જવાનો સતત સ્ટેન્ડ બાય રહ્યા છે. આ સેવાકાર્યમાં ફરજ બજાવતાં સલીમ અજીજ મકરાણી (ઉ- 54)એ કોરોનાથી જીવ પણ ગુમાવ્યો હતો. સાથે જ અન્ય પોલીસકર્મીઓ કોરોના ગ્રસ્ત પણ થયા હતાં. આ સાથે ગુજરાતભરના તમામ પોલીસ કર્મીઓને પણ વેકસીન આપવામાં આવી છે જે ખરેખર અત્યંત જરૂરી અને યોગ્ય ગણાય તેવું કાર્ય માનવામાં આવી રહ્યું છે.
આગામી સમયમાં મોરબીમાં જે બાકી રહે છે તે તમામ પોલીસ કર્મીઓ અને રેવન્યુ કર્મચારીઓ અને અધિકારીઓને પણ આ કોરોનાની વેકસીન આપવામાં આવશે. આ વેકસીન લેવા ન ઇચ્છતા હોય તેને આ વેકસીન આપવામાં કોઈ દબાણ કરવામાં આવતું નથી. મોરબી એસપી સુબોધ ઓડેદરાના જણાવ્યા અનુસાર આ વેકસીન દરમ્યાન કોઈ આડ અસર કે કોઈ નુકશાન થયું નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર