Home /News /gujarat /

રાજકોટ : પોલીસની આવી તો કેવી દાદાગીરી, ફ્લેટમાલિકને ભાડું તો ના આપ્યું પણ ફ્લેટ ખાલી કરવાના રૂપિયા માંગ્યા

રાજકોટ : પોલીસની આવી તો કેવી દાદાગીરી, ફ્લેટમાલિકને ભાડું તો ના આપ્યું પણ ફ્લેટ ખાલી કરવાના રૂપિયા માંગ્યા

પ્રતિકાત્મક તસવીર

Rajkot news- નવા લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધાતા પોલીસમેનની ધરપકડ

રાજકોટ : નવા લેન્ડગ્રેબિંગ એકટ (Land Grabbing Act)હેઠળ પોલીસે અનેક ભુમાફિયાઓ સામે કાર્યવાહી કરી છે ત્યારે એક કિસ્સામાં ખુદ પોલીસમેન જ લેન્ડગ્રેબિંગ એકટમાં સપડાયો છે. શહેરના (Rajkot)મોટામૌવા ગામ પાછળ મીરા માધવ એપાર્ટમેન્ટ સામે રહેતાં બાંધકામના ધંધાર્થી દિલીપભાઇ રતિભાઇ વાઢેરનો રૈયારોડ ગુરૂ ગોલવાલકર માર્ગ શિવાજી પાર્ક પાસે આવેલો ફલેટ પોલીસ કર્મચારી (Police) ગૌતમ જેમલભાઇ વાઘેલાએ ભાડેથી રાખ્યો હતો. જે છેલ્લા ત્રણ મહિનાથી ભાડુ આપતા ન હતા અને ફલેટ પચાવી પાડ્યો હતો.

અલગથી ફલેટ ખાલી કરવાના સામા પૈસા માંગતાં દિલીપભાઇએ જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ અરજી કરી હતી. કલેકટરના આદેશથી આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દિલીપભાઇ વાઢેરે આ બાબતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2019માં અમરનાથ એપાર્ટમેન્ટમાં આવેલો ફલેટ શહેર પોલીસ હેડકવાર્ટરમાં અને હાલ આ ફલેટમાં જ રહેતાં ગૌતમ વાઘેલાને રૂ. 12 હજારના માસિક ભાડાથી 11 માસનો કરાર કરીને ભાડેથી આપ્યો હતો. તે અને તેનો પરિવાર આ ફલેટમાં ભાડેથી રહેતો હતો. 11 માસનો ભાડા કરાર પણ કરાવ્યો હતો. હાલ તે મોરબી પોલીસમાં ફરજ બજાવે છે.

આ પણ વાંચો - રાજકોટ : ત્રણ વર્ષના બાળકના નાકમાં સ્ક્રુ ફસાયો, ડોકટરે બચાવ્યો બાળકનો જીવ, ઓપરેશનનો Live video

તેણે પ્રારંભે ત્રણેક મહિના સુધી ભાડુ નિયમિત આપ્યું હતું. એ પછી ભાડુ સમયસર ન ચુકવતાં વારંવાર ઉઘરાણી કરી હતી પણ તેણે ખોટા બહાના બતાવ્યા હતાં અને ફલેટ ખાલી કરી દેશે તેવી વાતો કરી હતી પરંતુ ભાડુ ચુકવ્યું ન હતું અને મેન્ટેનન્સ પણ આપ્યું ન હતું. ભાડા કરારનો 11 માસનો સમય પુરો થતાં તેને ફલેટ ખાલી કરવાનું અને બાકી ભાડુ ચુકવી આપવાનું કહેતાં તેણે બહાના બતાવી બાદમાં ફલેટ ખાલી ન કરી છેલ્લે ફલેટ ખાલી કરવો હોય તો તમારે સામા પૈસા આપવા પડશે તેમ કહી એટ્રોસિટીના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો - સુરત : ચોરી કરવા ગયેલા ચોર ઉપર એસીનું મશીન પડતા ઘટનાસ્થળે મોત, જુઓ લાઇવ Video

જામનગરના સિનિયર નાયબ મામલતદાર ફરી લાંચ લેતા ઝડપાયા

જામનગરમાં (jamnagar) ફટાકડાના લાયસન્સ (Fireworks license) અંગે લાંચ (bribe) માગતા સિનિયર નાયબ મામલતદારને એસીબીએ રંગેહાથે 10,000 સાથે ઝડપી પાડયા છે. આ નાયબ મામલતદાર અગાઉ પણ એસીબીના છટકામાં (ACB trap) આવી ચૂક્યા છે. જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં જામનગરના શહેર મામલતદાર ઓફિસના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચેતન વિનોદચંદ્ર ઉપાધ્યાય 10,000ની માંગણી કરી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Land grabbing act, Rajkot News, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन