Home /News /gujarat /

રાજકોટ : પોલીસ કડક નહીં દયાળું પણ છે, પડી ગયેલા 50 હજાર રૂપિયા પોલીસે શોધી આપ્યા

રાજકોટ : પોલીસ કડક નહીં દયાળું પણ છે, પડી ગયેલા 50 હજાર રૂપિયા પોલીસે શોધી આપ્યા

રાજકોટ : પોલીસ કડક નહીં દયાળું પણ છે, પડી ગયેલા 50 હજાર રૂપિયા પોલીસે શોધી આપ્યા

સામાન્ય રીતે પ્રજામાં પોલીસની છાપ કડકાઈની હોય છે પણ પોલીસ અવાર નવાર પ્રજાના મિત્ર હોવાનું અને મિત્ર તરીકેની પોતાની છાપ સાર્થક પણ કરતી હોય છે

રાજકોટ : સામાન્ય રીતે પ્રજામાં પોલીસની છાપ કડકાઈની હોય છે પણ પોલીસ અવાર નવાર પ્રજાના મિત્ર હોવાનું અને મિત્ર તરીકેની પોતાની છાપ સાર્થક પણ કરતી હોય છે. રાજકોટમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. માલવીયાનગર પોલીસની ટીમે એક વ્યક્તિએ બેંકમાંથી ઉપાડેલા રૂપિયા 50 હજાર ખોવાઇ જતાં તેની મદદ કરી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી હતી. એક રિક્ષાચાલક થેલી લઇ ગયો હોઇ તેને શોધી રકમ પરત અપાવી હતી.

જાણકારી પ્રમાણે માલવીયાનગરની પીસીઆર નં. 20ના ઇન્ચાર્જ સિદ્ધરાજસિંહ જાડેજા, પીસીઆર 21ના ઇન્ચાર્જ ચિરાગભાઇ કલોલા પેટ્રોલિંગમાં હતાં ત્યારે એક વ્યકિત બાઇક ઉભુ રાખી રોડ પર કંઇક શોધતા હોવાનું જણાતાં પોલીસે તેમની પાસે જઇ કંઇ તકલીફ હોય તો જણાવવાનું કહ્યું હતું. તેમણે પોતાનું નામ મોહનભાઇ હાપલીયા હોવાનું જણાવ્યું હતું. સોરાષ્ટ્ર ગ્રામિણ બેંકમાંથી ઉપાડેલા રૂપિયા 50 હજારની રોકડ સાથેની થેલી બાઇકમાંથી પડી ગયાનું કહેતાં પોલીસ તુરત જ તેમની મદદમાં લાગી ગઇ હતી.

આ પણ વાંચો - તૈયાર થઈ ગયું છે દેશનું પ્રથમ CNG ટ્રેક્ટર, શુક્રવારે થશે લોન્ચ, ખેડૂતોને થશે 50 ટકા સુધીની બચત

બંને પીસીઆરના ઇન્ચાર્જે પીઆઇ કે. એન. ભુકણને જાણ કરી હતી અને સીસીટીવી કેમેરાઓ જે જે દુકાનોમાં હતાં તે ચેક કરતાં એક રિક્ષાવાળો આ થેલી લઇને જતો જોવા મળ્યો હતો. તેના નંબર પોકેટકોપ એપ્લિકેશનમાં સર્ચ કરતાં રિક્ષાચાલકનું નામ સરનામુ મળતાં તેને શોધી કાઢતાં રકમ તેની પાસેથી મળી આવી હતી. પોલીસે આ રકમ મોહનભાઇને પરત અપાવતાં તેમણે પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

મહત્વનું છે કે રાજકોટના આઇવે પ્રોજેકટ અને અન્ય પોલીસની એપ્લિકેશનની મદદથી પોલીસ આરોપીઓ સુધી સરળતાથી તેમજ ઝડપથી પહોંચી શકે છે. તો બીજી તરફ સીસીટીવીને કારણે ચોરી, લૂંટ, મારામારી જેવા ગંભીર ગૂનાઓ પણ અટક્યા છે. રાજકોટ પોલીસે મોહનભાઇને તેના રૂપિયા પરત અપાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Published by:ankit patel
First published:

Tags: Latest gujarati news, Latest News, Latest today news, ગુજરાતી ન્યૂઝ, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन