Home /News /gujarat /

અમરેલીમાં મોદીએ કહ્યું, 'તમારા આ ભાઈ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કબાડી ગણે છે'

અમરેલીમાં મોદીએ કહ્યું, 'તમારા આ ભાઈ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કબાડી ગણે છે'

વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

વડાપ્રધાન મોદીએ અમરેલીમાં સરદાર પટેલને થયેલા અપમાની દુહાઈ આપી કહ્યું કે કોંગ્રેસ ગુજરાતને નફરત કરે છે.

  ન્યૂઝ 18 ગુજરાતી : અમરેલીમાં યોજાયેલી સભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સરદાર પટેલને કોંગ્રેસે કરેલા અપમાનની દુહાઈ આપી પીએમ મોદીએ કહ્યું હતું કે આ લોકો સરદાર સાહબેને ખરેખર માનતા હોય તો કેમ એક પણ નેતા સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા નથી ગયા? તેમણે પરેશ ધાનાણી પર આડકતરો પ્રહાર કરતા કહ્યું હતું કે તમારા ભાઈએ તો સ્ચેચ્યુ ઑફ યુનિટીને ભંગાર ગણાવ્યો હતો આને અપમાન કહેવાય કે નહીં કહેવાય ?

  પીએમ મોદીએ કહ્યું, “ હીંયા તમારા ભાઈએ સરદાર સાહેબનું અપમાન કરવામાં કહી બાકી નથી રાખ્યું. સરદાર સાહેબના સ્ટેચ્યુને ભંગાર કહ્યા. તેઓને શરમ નથી આવતુ આવુ બોલતા? આવા નેતાઓ તમારી સામે આવે તો શરમ આવવી જોઈએ. મેં સ્ટેચ્યુ ઑફ યુનિટીનું નિર્માણ પંડિત નહેરૂને નીચા દેખાડવા નથી કર્યુ પરંતુ એતો સરદાર સાહેબ એટલા મહાન હતા જ કે તેમને શ્રદ્ધાંજલી આપવા માટે આ સ્ટેચ્યુ બનાવવું પડે.”

  આ પણ વાંચો : નવી BJP સરકાર તમામ ખેડૂતોને રૂ 6,000ની સહાય કરશે : અમરેલીમાં પીએમ મોદી

  પીએમ મોદીએ વધુમાં કહ્યું, “ રોજના સરેરાશ 10-12 હજાર લોકો સરદાર સાહેબના સ્ટેચ્યુ ને નમન કરવા આવે છે. આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બન્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેના પર પણ રાજનીતિ કરવાનું બાકી રાખ્યું નથી. સરદાર સરોવર ડેમનું નિર્માણ કાર્ય રોકવાનું કામ કોઈએ કર્યું હોય તો તે માત્ર ને માત્ર કોંગ્રેસના રાજકારણે કર્યું હતું” પીએમ મોદીએ તેમની સભામાં સ્થાનિકોને સરદાર પટેલનું અને ગુજરાતનું અપમાન કરનારાને મત અપાય કે ન અપાય તેવો સવાલ પણ પૂછ્યો હતો.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Amreli S06p14, Gujarat Loksabha Elections 2019, PM Modi Amreli, PM Slams Paresh Dhanani, Saurashtra Loksabha Elections 2019

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन