Home /News /gujarat /

Gujarat Election: વડાપ્રધાન મોદી મેના છેલ્લા સપ્તાહમાં આવશે રાજકોટ, બે લાખથી વધુ પાટીદારોને સંબોધશે

Gujarat Election: વડાપ્રધાન મોદી મેના છેલ્લા સપ્તાહમાં આવશે રાજકોટ, બે લાખથી વધુ પાટીદારોને સંબોધશે

પીએમ મોદી ફાઇલ તસવીર

PM Modi Gujarat Visit: 29 મેના રોજ પીએમ મોદી રાજકોટમાં આવશે અને રાજકોટમાં હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે.

  રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેથી દેશના મોટા પક્ષોના નેતા ગુજરાત પ્રવાસે (PM Narendra Modi Gujarat visit) આવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસી રેલીમાં હાજરી આપી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) ગુજરાત પ્રવાસ નક્કી થયો છે. એપ્રિલ મહિનામાં ગુજરાતમાં મહાસભાઓ ગજવ્યા બાદ 29 મેના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. PM નરેન્દ્ર મોદી 29મી મેના રોજ રાજકોટની મુલાકાતે આવશે તેવી માહિતી મળી રહી છે.

  પીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ નક્કી કર્યો છે. 29 મેના રોજ પીએમ મોદી રાજકોટમાં આવશે અને રાજકોટમાં હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 2 લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે. જે અંગેની ચર્ચા અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

  પીએમ મોદીના રાજકોટ પ્રવાસ પહેલા આમ આદમી પાર્ટીની (આપ) જાહેર સભા યોજવામાં આવી હતી. આ સભાને સંબોધન કરવા માટે દિલ્હીના મુખામંત્રી અને આપના સર્વોચ્ચ નેતા અરવિંદ કેજરીવાલ રાજકોટ ખાતે આવ્યા હતા. આ પહેલા એપ્રિલ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ, જામનગર, ગાંધીનગર અને દાહોદ ખાતે સભા કરી હતી.

  આ પણ વાંચો: અમદાવાદની આ સ્કૂલના બે વિદ્યાર્થીઓને થયો કોરોના

  નોંધનીય છે કે, ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લેવાયા છે. જેમા ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામં આવશે. આ સિવાય ઇ-સંકલન અને વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમનું લોન્ચિંગ કરવામાં આવ્યુ છે.

  ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લેવાયા છે. જેમા ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામં આવશે. આ સિવાય ઇ-સંકલન અને વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમનું લોન્ચિંગ કરવામાં આવ્યુ છે.  આ સાથે તેમણે જણાવ્યુ કે, દેશમાં અમારી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા. ચાર યોજનાઓથી અનેક વિધવા બહેનોને લાભ મળ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: ગુજરાત, ગુજરાત ચૂંટણી 2022, રાજકોટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  આગામી સમાચાર