liveLIVE NOW

Cyclone Tauktae : પીએમ મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યું

રાજ્યમાં થયેલા નુકસાન માટે કેન્દ્રની ટીમો ગુજરાત આવતી રહેશે

  • News18 Gujarati
  • | May 19, 2021, 21:53 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 YEARS AGO

    હાઇલાઇટ્સ

    17:2 (IST)
    16:51 (IST)
    પીએમ મોદી દ્વારા રાહતકાર્ય માટે સહાય રકમની ઘોષણા. ટાઉતેની તારાજી પર પીએમ મોદીએ સહાય જાહેર કરી. કેન્દ્ર દ્વારા ગુજરાતને  1000 કરોડ રૂપિયાની સહાય જાહેર. પીએમ મોદીએ અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઇ નિરીક્ષણ કર્યું. રાજ્યમાં થયેલા નુકસાન માટે કેન્દ્રની ટીમો આવતી રહેશે

    16:28 (IST)
    ટાઉતે વાવાઝોડાની અસર ઓછી થતા એસટી વિભાગનો નિર્ણય. તમામ ડેપોમાં આપવામાં આવી સૂચના. રસ્તા સારા હોય અને કોઈ અડચણ ન હોય ત્યાં એસટી બસના રૂટ શરૂ કરવા આપી સૂચના. ભાવનગર અને અમરેલીમાં સર્વે કરી રૂટ ચાલુ કરવા સૂચના અપાઈ. મુસાફરોને હાલાકી ન પડે તે માટે લેવાયો નિર્ણય. રસ્તા સારા હોય ત્યાં સવારથી બસ સેવા ડેપો દ્વારા શરૂ કરી શકાશે. રાજુલા, બગસરા અને ઉના એસટી સ્ટેશન પર નુકસાન. 125 ડેપોની મળી 1 હજાર ટ્રીપો શરૂ કરી દેવાઈ તેમજ અન્ય ટ્રીપો સાંજ સુધી શરૂ થઇ જશે તેવી અધિકારીઓને આશા

    15:32 (IST)
      અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર સીએમ સહિત મંત્રીમંડળ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. કોરોનાના વધતા કેસને લઈને અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલ સહિતના સ્ટાફનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આમાં 106 વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. 

    15:20 (IST)
    14:40 (IST)
      ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ તૌક્તે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકશાન થયું છે.  જેમાં પાવર સેકટરમાં 1400 કરોડ, ખેતીવાડીમાં 1200 કરોડ, રોડ બિલ્ડીગ ક્ષેત્રે ૫૦ કરોડ  અન્ય ક્ષેત્રે અંદાજે ૩૫૦ કરોડના નુકશાનનો અંદાજ છે.પીએમ મોદી દ્વારા ગુજરાતને કેન્દ્ર તરફથી રાહત પેકેજની આજે જાહેરાત કરાય તેવી સંભાવના છે.

    14:29 (IST)

    PM મોદી વાવાઝોડાના પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી રહ્યાં છે. તે દરમિયાનની આ તસવીર છે.


    Tauktae વાવાઝોડાએ (Tauktae Cyclone) ગુજરાતમાં (Gujarat) કહેર વરસાવ્યો છે. જેના પગલે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ચક્રવાતથી રાજ્યમાં 45 લોકોનાં મોત અને કરોડોની માલ-મિલકત નાશ પામી છે. સુસવાટાભેર પવનોનાં (Strom) કારણે ખેતીનો ઉભો પાક નાશ પામ્યો છે, સર્વત્ર જળબંબાકારનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજ્યમાં ત્રાટકેલી આ કુદરતી હોનારતનાં કારણે થયેલા નુકસાનનું હવાઇ નિરીક્ષણ કરવા આવ્યા હતા.

    ગુજરાતમાં Tauktae વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓ જેમકે ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથનું હવાઇ નિરીક્ષણ કરી કર્યું હતું. આ પછી તેમણે સીએમ વિજય રૂપાણી સહિત પાંચ જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે વાવાઝોડાને અંગે વિશેષ મંત્રણા કરી હતી. આ બેઠક પછી પીએમ મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે એક હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે.

    મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં થયેલા નુકસાન માટે કેન્દ્રની ટીમો ગુજરાત આવતી રહેશે.