Home /News /gujarat /પીએમ મોદીની હાકલ: કહ્યુ, 'કચ્છમાં 75 ભવ્ય ઐતિહાસિક તળાવ બનાવવા માટે દેશભરના કચ્છીઓ મદદ કરે'

પીએમ મોદીની હાકલ: કહ્યુ, 'કચ્છમાં 75 ભવ્ય ઐતિહાસિક તળાવ બનાવવા માટે દેશભરના કચ્છીઓ મદદ કરે'

PM Narendra Modi: 'આજકાલ લોકોના વજન વધી રહ્યાં છે. ડાયાબિટીસનો રોગ ઘરે ઘરે પહોંચી રહ્યો છે. ડાયાબિટીસ દુનિયાભરની બીમારીને નિયંત્રણ આપે છે. શરીરને હલનચલન પણ એટલુ જ જરૂરી છે.'

PM Narendra Modi: 'આજકાલ લોકોના વજન વધી રહ્યાં છે. ડાયાબિટીસનો રોગ ઘરે ઘરે પહોંચી રહ્યો છે. ડાયાબિટીસ દુનિયાભરની બીમારીને નિયંત્રણ આપે છે. શરીરને હલનચલન પણ એટલુ જ જરૂરી છે.'

ભુજઃ કચ્છના લોકોને કચ્છમાં જ અલગ અલગ રોગની સારવાર મળી રહે તે માટે ભુજની જનતા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું 150 કરોડના ખર્ચે નિર્માણ લેઉવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. જેનું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. આ ઉદ્ધાટન બાદ પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ કે, આપણે સ્વાસ્થ્ય માટે એટલા જાગૃત થઇએ કે આપણને આ હોસ્પિટલમાં જવું જ ન પડે. આ સાથે તેમણે દેશમાં વિવિધ રાજ્યોમાં રહેતા કચ્છીઓને આહ્વાન કર્યું છે કે, તેઓ ત્યાં 75 ભવ્ય તળાવ બનાવે. જેથી પાણીનો સંગ્રહ કરી શકાય.

પીએમ મોદીએ કહ્યુ કે, સમાજ પ્રત્યે સંવેદના આપણી મોટી પુંજી છે. કચ્છની વિશેષતા છે કે કચ્છમાં આવીને તમે એના જેવા થઈ જાઓ. હવે કચ્છનો ક કતૃત્વના ક તરીકે ઓળખાય તેવી રીતે ડગ માંડો છો. કચ્છની દર્દનાક સ્થિતિ સમયથી મારો કચ્છ સાથે ગહેરો નાતો બન્યો. ગુજરાત ચારેય દિશામાં પ્રગતિ કરી રહ્યુ છે. ગુજરાતના વિકાસની વાત ગુજરાતમાં જ નહિ, પણ દેશમાં પણ તેની નોંધ લેવાઈ રહી છે.



બે દાયકા પહેલા ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજ હતી. ગુજરાતના યુવાઓને ડોક્ટર થવા માટે માત્ર 1100 સીટ હતી. આજે એઈમ્સ અને ત્રણ ડઝનથી વધુ મેડિકલ કોલેજ છે. આજે 6000 વિદ્યાર્થીઓને ડોક્ટર બનાવવાની વ્યવસ્થા છે. 2021 માં 50 બેઠકો સાથે રાજકોટમાં એઈમ્સની શરૂઆત થઈ છે. મેડિકલ કોલેજના અપગ્રેડેશનનુ કામ ચાલી રહ્યુ છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 1500 બેડથી વધીને હવે ઘણી આગળ વધી ગઈ છે. કેન્સર, કિડની, કાર્ડિયોલોજિસ્ટ જેવી આધુનિક ટ્રીટમેન્ટ અહી થાય છે.



તેમણે કહ્યું કે, ભૂકંપની તબાહીને પાછળ છોડીને ભૂજ અને કચ્છના લોકો હવે પોતાના પરિશ્રમથી આ વિસ્તારનુ નવુ ભાગ્ય લખી રહ્યાં છે. આજે આ વિસ્તારમાં અનેક આધુનિક મેડિકલ સેવા મોજૂદ છે. જેથી આજે ભૂજને નવી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ મળી રહી છે. જે કચ્છની પહેલી સુવિધાયુક્ત હોસ્પિટલ છે. 200 બેડની આ હોસ્પિટલ કચ્છના લાખો લોકોને સસ્તી અને સારી સારવારની સુવિધા આપશે. સૈનિકોના પરિવાર, વેપાર જગતના લોકો માટે ફાયદાકારક સાબિત થશે. દેશમાં આજે ડઝનેક એઈમ્સની સાથે સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી છે. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજના નિર્માણનુ લક્ષ્ય હોય, મેડિકલ કોલેજ દરેકના પહોંચમાં હોય તે હેતુથી આગામી દસ વર્ષમાં રેકોર્ડ સંખ્યામાં નવા ડોક્ટર મળશે.

તેમણે વધુમાં કહ્યુ કે, આજકાલ લોકોના વજન વધી રહ્યાં છે. ડાયાબિટીસનો રોગ ઘરે ઘરે પહોંચી રહ્યો છે. ડાયાબિટીસ દુનિયાભરની બીમારીને નિયંત્રણ આપે છે. શરીરને હલનચલન પણ એટલુ જ જરૂરી છે. સ્વાસ્થય માટેની મૂળભૂત બાબતો હોસ્પિટલ જવા જ ન દે. તે રીતે યોગા દિવસ દ્વારા મોટુ અભિયાન ચલાવીએ છીએ. કોરોનામાં આપણા યોગ અને આયુર્વેદ જ કામમાં આવ્યા છે.



પીએમ મોદીએ કચ્છીઓને અપીલ કરતા જણાવ્યુ કે, વિદેશમાં રહેતા કચ્છી ભાઈઓ દર વર્ષે પાંચ વિદેશી નાગરિકોને સમજાવે અને કચ્છ ફરવા માટે મોકલે. કચ્છને ટુરિઝમ માટે વિકસાવો. જેનાથી નાના વેપારીઓને ફાયદો થશે. કોરોના પહેલા ટુરિઝણ વધ્યું હતુ પરંતુ કોરોનાને કારણે ટુરિસ્ટ ઘટ્યા હતા. લોકોની મદદથી ફરી ટુરિઝમ સેક્ટર ઉભુ થઈ શકે છે.

આ સાથે તેમણે માલધારી ભાઈઓ કચ્છમાં બેત્રણ મહિના રહીને બાકીના મહિના જતા રહો છો. આ બાબત આપણા કચ્છને ન શોભે. અનેક લોકોને પાણીના કારણે કચ્છ છોડવું પડે છે. જેથી કચ્છીઓ વિદેશ પહોંચ્યા છે પરંતુ કોઈની સામે હાથ ન લંબાવ્યો. પગભર થયા અને ત્યાં સમાજ કલ્યાણના કામ કર્યા. હવે માલધારીઓને વિનંતી છે કે, હવે કચ્છમાં પાણી અને લીલોતરી આવી છે. અહીં હવે જીરુ વાવવામાં આવે છે. કચ્છી કેરી વિદેશ જાય છે. કમલમ ફ્રુટ, ખજૂર વગેરે ઉગે છે. તો માલધારીઓને હિજરત કરવી પડે તે ન ચાલે. હવે તો ડેરી પણ થઈ ગઈ, તેથી તમારા માટે પાંચેય આંગળીઓ ઘીમાં હોય તેવા દિવસો આવ્યા છે. તેથી હિજરત બંધ કરીને બાળકોને ભણાવો. હિજરત કરવામાં બાળકોનું ભણતર પણ થતુ નથી. મને આ બાબતની વેદના રહે છે.



તેમણે દેશભરમાં વસતા કચ્છના લોકોને કચ્છમાં વરસાદનું પાણી સંગ્રહ થાય તે માટેના તળાવ બનાવવા માટે પણ અપીલ કરી છે. તેમણે હાકલ કરતા જણાવ્યુ કે, દેશના મોટાભાગના રાજ્યમાં કચ્છી લોકો રહે છે. તો તેઓ કચ્છમાં 75 ભવ્ય ઐતિહાસિક તળાવ બનાવે. જેથી પાણીનો સંગ્રહ કરી શકાય. અને માલધારીઓને હિજરત ન કરવી પડે.



સરહદી જિલ્લા કચ્છમાં અગાઉ કોઈ પણ મોટી સર્જરી, કિડની ફેલ્યર, કેન્સર, ન્યુરો સહિતના ગંભીર અકસ્માતમાં લોકોને 400થી 500 કિલોમીટર દૂર અમદાવાદ, મુંબઈ કે મેટ્રો સિટીમાં જવું પડતું હતું પરંતુ હવે કચ્છ આરોગ્યક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કે.કે.પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. અંદાજિત 12 એકરમાં અને 150 કરોડના ખર્ચે આ સંકુલ નિર્માણ પામ્યું છે.
First published:

Tags: Kutch, PM Narendra Modi Speech, ગુજરાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી