ભાવનગર: પીએમ મોદી (PM Narendra Modi) દેશની સારી સારી જગ્યાઓ અને પ્રેરણાત્મક લોકોને અનેકવાર બિરદાવી ચૂક્યા છે. તો તાજેતરમાં જ તેમણે ભાવનગરના વેળાવદર પાસે આવેલા કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયામાં શેક કર્યો હતો. જેનાં કેપ્શનમાં Excellent! લખીને શેર કર્યો હતો. આ વીડિયોમાં 3000 જેટલા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રસ્તાને ક્રોસ કરતા દોડતા હોય તેવું કેદ કરવામાં આવ્યું છે. આ વીડિયો પહેલા Gujarat Informationનાં ટ્વિટર હેન્ડલે શેર કર્યો હતો. જેમનો વીડિયો પીએમ મોદીએ શેર કર્યો છે.
આ ઉદ્યાનમાં 3000થી વધુ કાળિયાર વસવાટ કરે છે
આ વીડિયો અંગે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના RFO અંકુરભાઈ પટેલે જણાવ્યું હતું કે, નેશનલ પાર્કનાં 3400 હેકટર અને બહારની સાઈડ 2000 હેકટરમાં કાળિયારો વસવાટ કરે છે. ઉદ્યાનમાં 2500થી 3000 જેટલા કળિયારો વસવાટ કરે છે અને રોજ અંદર અને બહાર આવતા-જતા રહે છે. કાળિયારો હંમેશાં ટોળામાં જ રહેતા હોય છે. છેલ્લાં 5 વર્ષમાં કળિયારોની સંખ્યામાં વધારો થયો છે. અહીં પ્રતિબંધિત વિસ્તાર હોવાથી મુક્ત રીતે ફરી શકે છે. પ્રવાસીઓ 16 ઓક્ટોબરથી 15 જૂન સુધી નેશનલ પાર્કની મુલાકાત લેતા હોય છે.
ભાવનગર શહેરથી 42 કીલોમીટર દુર, ભાલ વિસ્તારમાં આવેલ વેળાવદર નેશનલ પાર્કની આવેલું છે. આ નેશનલ પાર્કના દક્ષિણમાં ખંભાતનો અખાત આવેલો છે. આ પાર્ક 34.06 વર્ગ કીલોમીટર વિસ્તારમા ફેલાયેલો એક ઘાસનું મેદાન છે.
આ પાર્ક અગાઉ ભાવનગરના મહારાજા, તેમના વિખ્યાત શિકારી ચિત્તાઓ દ્વારા કાળિયારનો શિકાર કરવામાં આવતો તે માટેની ખાનગી ઘાસવાળી જમીન હતી. પાર્કની ઉતર દિશામા વેસ્ટલેંડ અને ખેતીમાટેની જમીન આવેલી છે. રાષ્ટ્રીય ઉદ્યાનને 4 બી ગુજરાત-રજવાડા બાયોટિક પ્રાંત અર્ધ શુષ્ક બાયો-ભૌગોલિક ઝોન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.
સમતળ જમીન, સુકુ ઘાસ અને હરણોના ટોળાંઓ હંમેશા આ પાર્કમાં મુલાકાતીઓને આકર્ષિત કરે છે, જેમાં એક અનન્ય ઘાસવાળી ઇકોસિસ્ટમ છે. કાળીયાર, વરુ અને લેસર ફ્લોરીક્ન (એક પ્રકાર નું પક્ષી ) માટે સફળ સંરક્ષણ કાર્યક્રમ ચાલુ છે. લેસર ફ્લોરીક્નને વિશિષ્ટ ભારતીય પ્રજાતિ ગણવામાં આવે છે. તાજેતરના દાયકાઓમાં ભારતમાં લગભગ દરેક જગ્યાએ તેમની સંખ્યામાં ઘટાડો થતો હોય છે. આજે, આ પાર્કમાં સૌથી વધુ તેની વસ્તી ટકાવી રાખવામાં આવી છે.