જૂનાગઢમાં પીએમ મોદીએ કહ્યું, 'કોંગ્રેસના ભ્રષ્ટાચારનું ATM બની ગયું મધ્યપ્રદેશ'

News18 Gujarati
Updated: April 10, 2019, 12:16 PM IST
જૂનાગઢમાં પીએમ મોદીએ કહ્યું, 'કોંગ્રેસના ભ્રષ્ટાચારનું ATM બની ગયું મધ્યપ્રદેશ'
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

વડાપ્રધાન મોદીએ કહ્યું, ગુજરાત ભાગ્યશાળી છે કે કોંગ્રેસને ઘૂસવા નથી દીધી બાકી આપણા હાથમાં કશું ન વધતું

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. લોકસભાની ચૂંટણીના પ્રચારઅર્થે આવેલા પીએમ મોદીએ સવારે રાજકોટથી હેલિકોપ્ટર મારફતે જૂનાગઢ પહોંચી અને કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં એક સભાને સંબોધી હતી. જૂનાગઢની સભામાં પીએમ મોદીએ કોંગ્રેસના ભ્રષ્ટાચાર પર આક્ષેપો મૂક્યો હતા. તેમણે કહ્યું હતું કે પહેલાં કર્ણાટક કોંગ્રેસનું ATM હતું હવે મધ્યપ્રદેશ ATM બની ગયું છે.

પીએમ મોદીએ કહ્યું,“પહેલાં કર્ણાટક કોંગ્રેસનું ATM હતું હવે મધ્યપ્રદેશ કોંગ્રેસના ભ્રષ્ટાચારનું ATM બની ગયું છે. મધ્યપ્રદેશમાં છ મહિના પણ નથી થયા ને કોંગ્રેસની સરકાર ભ્રષ્ટાચારમાં સપડાઈ છે. હાલમાં જ મધ્યરપ્રદેશમાં કોંગ્રેસીઓ પાસેથી બોરીની બોરીઓ ભરાઈને પૈસા મળી આવ્યા છે, આ પૈસા ક્યાંથી આવ્યા ? કોના પૈસા છે આ ? કોંગ્રેસ પર પુરાવા સાથે ભ્રષ્ટાચારનો આરોપ છે. કોંગ્રેસે ગર્ભવતી મહિલાઓના પૈસા લૂંટી લીધા છે. ”

ગુજરાત વિશે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “ગુજરાત ભાગ્યશાળી છે કે કોંગ્રેસને ઘૂસવા નથી દીધી બાકી મધ્યપ્રદેશમાં આપણે સૌએ ટ્રેલર જોયું છે. આ તો ખાલી ટ્રેલર જ છે, પિક્ચર હજુ બાકી છે, આવો જ ભ્રષ્ટાચાર રાજસ્થાન અને છત્તીસગઢમાં થતો હતો. જો આ કોંગ્રેસ આપણા ગુજરાતમાં ઘૂસી ગઈ હોય તો આપણી આવાનારી પેઢીઓ માટે કઈ બચવા ન દેતી.” કોંગ્રેસ પર પ્રહારો કરતા વડાપ્રધાને કહ્યું હતું કે આ ફક્ત એક પરિવારની પાર્ટી છે, જે દેશ વિરોધીઓને બિરદાવે છે, તેમણે કહ્યું કોંગ્રેસ દેશની સેનાને હથિયાર વિહીન કરી દેવા માંગે છે.
First published: April 10, 2019, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading