રંગીલુ રાજકોટ! સ્પા સેન્ટરની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ


Updated: January 2, 2020, 11:20 PM IST
રંગીલુ રાજકોટ! સ્પા સેન્ટરની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ
પ્રતિકાત્મક તસવીર

દુર્ગા શક્તિની ટીમે સ્પામાં ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ કર્યો છે

  • Share this:
રંગીલા રાજકોટમાં લૂંટ, મર્ડર જેવી ઘટનાઓએ રાજકોટને બદનામ કર્યું છે, તેવામાં રાજકોટ શહેરમાં સ્પાના ધંધાની આડમાં ચાલતા દેહવિક્રયના ધંધાએ વધુ એક દાગ લગાડ્યો છે. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલા એક સ્પા સેન્ટરમાં પોલીસે રેડ પાડતા દેહવિક્રયનો ધંધો રંગેહાથ જડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ આત્મિઝ સ્પામાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. જેના આધારે રાજકોટ શહેર ડીસીપી ઝોન ટુ મનોહરસિંહ જાડેજા દ્વારા સ્થાનિક પોલીસને છટકું ગોઠવવાની સુચના આપવામાં આવી હતી.

જે સૂચનાના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સબ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ દુર્ગા શક્તિ ની ટીમે આત્મિઝ સ્પામાં ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ કર્યો છે. યુનિવર્સિટી પોલીસે આત્મિઝ સ્પાના સંચાલક અરવિંદ વાઘેલાની ધરપકડ કરી છે. તો સાથે જ કુલ ૪૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી અરવિંદ વાઘેલા એક વર્ષ અગાઉ મારામારીના ગુનામાં તાલુકા પોલીસ સ્ટેશન ના ચોપડે ચડી ચૂક્યો છે. ત્યારે છેલ્લા કેટલા સમયથી અરવિંદ વાઘેલા સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો કરતો હતો તે બાબતની પૂછપરછ હાલ શરૂ છે.

આરોપી


ઉલ્લેખનીય છે કે, માત્ર રાજકોટ જ નહી પરંતુ રાજ્યના સુરત, અમદાવાદ, વડોદરા જેવા તમામ મોટા શહેરમાં પણ સ્પાના નામે દેહવિક્રયનો ધંધો સામે આવી ચુક્યો છે. કેટલાક સ્પા સેન્ટરોના માલિક થાઈ, રશિયાથી યુવતીઓને વિઝિટર વિઝા પર બોલાવી અહીં ગેરકાયદે દેહવિક્રયનો ધંધો ચલાવતા હોય છે.
First published: January 2, 2020, 10:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading