2017ને બાય-બાય કરવા લાખો ટુરિસ્ટો પહોંચ્યા દીવ, તમામ હોટલો હાઉસફૂલ

દીવ બાદ સોમનાથ અને સાસણ ગીર પણ પ્રવાસીયોથી ઉભરાયું છે...

દીવ બાદ સોમનાથ અને સાસણ ગીર પણ પ્રવાસીયોથી ઉભરાયું છે...

  • Share this:
2017 ને બાય બાય કરવા અને 2018 ને વેલકમ કરવા ટુરિસ્ટો પહોંચ્યા પ્રવાસન સ્થળ દીવ પ્રવાસીયોની પહેલી પસંદ બનેલા દીવના નાગવા બીચ અને કિલ્લ્લો પર્યટકોથી ઉભરાયો સાંજ સુધીમાં ટુરિસ્ટોની સંખ્યા એક લાખ પહોંચી ગઈ હોવાની શક્યતા છે.

નવાવર્ષને વેલકમ કરવા અને થર્ટી ફસ્ટના સેલિબ્રેટને લઈ ટુરિસ્ટોની પહેલી પસંદ બન્યું છે સંઘ પ્રદેશ દીવ

ગઈ કાલ સાંજથી જ દીવમાં ટુરિસ્ટોની સંખ્યામા ભારે વધારો થયો છે જેના કારણે દીવ ઘોઘા બ્રિજ પર રાત્રે ભારે ત્રાફિકજામ થયો હતો. સતત બે કલાક સુધી ત્રાફિક જામ સર્જાયા બાદ ત્રાફિક હળવો થતા ટુરિસ્ટો અને દીવ પોલીસે રાહતનો શ્વાશ લીધો હતો.

દીવની તમામ હોટેલો છેલ્લા 10 દિવસથી હાઉસ ફૂલ બની છે. પ્રવાસીયોના ઘસારાના કારણે મોટા ભાગના પ્રવાસીયોને દીવ બહાર રેહવાની ફરજ પડી રહી છે.

ખાસ કરીને દીવનો નાગવા બીચ ટુરિસ્ટો માટે સોઉથી વધારે લોક પ્રિય માનવામાં આવી રહ્યો છે વહેલી સવારથીજ નાગવા બીચ સહેલાણીઓથી ઉભરાયો છે. તો દીવનો એતિહાસિક કિલ્લો પણ ખુબ પ્રવાસીયોને આકર્ષી રહ્યો છે દીવ કિલ્લામાં પણ પ્રવાસીયો ની ભારે ભીડ જોવા મળી રહી છે.

બીજીબાજુ, અમે આપણે જણાવી દઈએ કે દીવ બાદ સોમનાથ અને સાસણ ગીર પણ પ્રવાસીયોથી ઉભરાયું છે, માત્ર છ દિવસમાં સોમનાથ ટ્રસ્ટને 92 લાખ રૂપિયાની જંગી આવક થઈ છે.
First published: