રાજકોટ : ખાદ્યતેલ ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. સિંગતેલ અને કપાસિયાના ભાવમાં રૂપિયા 40 અને સનફલાવરના ભાવમાં રૂપિયા 60નો વધારો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબાનો ભાવ 2580 રૂપિયા પહોંચ્યો છે જ્યારે કપાસિયા તેલના ભાવ 2150 પર પહોંચ્યો છે.
ખાદ્યતેલના વેપારી ભાવેશ પોપટે જણાવ્યું હતું કે, ગ્લોબલ બજારમાં તેજીને કારણે તમામ ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ખાદ્યતેલમાં 300 રૂપિયા સુધીનો ભાવ વધી શકે છે. 60 ટકા ખાદ્યતેલ ઈમ્પોર્ટ કરવામાં આવે છે તેને કારણે ખાદ્યતેલમાં તેજી જોવા મળી રહી છે. તેલની ખરીદી કરવા આવતા લોકો પણ મોંઘવારીથી ત્રસ્ત થયા છે. લોકોનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલ બાદ ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા છ વર્ષના મગફળી અને ખાદ્યતેલના ભાવ પર નજર કરીએ તો 2016માં 1750 રૂપિયા હતા. 2017માં 1760-1770, 2018માં 1470-1480, 2019માં 1660-1670, 2020માં 2060-2070, 2021માં 2400-2550 રૂપિયા છે.
પહેલા 15 કિલોના સિંગતેલનો ડબો ખરીદી કરતા હતા પરંતુ ભાવ વધતા હવે 5 કિલો લેખે છુટા તેલની ખરીદી કરવાની નોબત આવી હોવાનું લોકો કહી રહ્યા છે. કોરોના કાળ બાદ લોકોના ધંધા રોજગાર પૂરતા ચાલતા નથી અને તેના કારણે આવક ઓછી છે ત્યારે ખાદ્યતેલમાં સતત વધતા ભાવ લોકોના બજેટ ખોરવી રહ્યા છે.
" isDesktop="true" id="1080294" >
મહત્વનું છે કે જે સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ હોય કે શાકભાજીના ભાવ હોય કે પછી રાંધણગેસના ભાવ હોય બધામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે લોકોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. લોકો પણ માંગ કરી રહ્યા છે કે તમામ વસ્તુઓના ભાવો પર સરકારનું નિયંત્રણ લાગે છે જેથી કરીને સામાન્ય, મધ્યમ અને ગરીબ વર્ગના બજેટમાં ઓછી અસર જોવા મળે.