'ગુજરાતની સરકાર સિક્યોરિટીના નામે જાસુસી કરાવે છે, હું નહીં લઉં'

News18 Gujarati
Updated: April 19, 2019, 7:18 PM IST
'ગુજરાતની સરકાર સિક્યોરિટીના નામે જાસુસી કરાવે છે, હું નહીં લઉં'
ફાઇલ તસવીર

  • Share this:
અંકિત પોપટ, રાજકોટઃ સુરેન્દ્રનગરમાં પાટીદાર આગેવાન હાર્દિક પટેલ પર થયેલા થપ્પડકાંડના ઘેરા પડઘા પડી રહ્યાં છે. રાજકોટ ચૂંટણી સભા કરવા પહોંચેલા હાર્દિક પટેલે સમગ્ર ઘટના અંગે વિગતે વાત કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સિક્યોરિટી હું નહીં સ્વીકારું, કારણ કે ગુજરાત સરકારની સિક્યોરિટી જાસુસી કરાવે છે.

હાર્દિક પટેલ રાજકોટ એરપોર્ટ પહોંચ્યો હતો, અહીં તે સાંજે 8 વાગ્યે મોરબીના જીવાપર ખાતે જાહેર સભાને સંબોધશે, જો કે આ પહેલા હાર્દિક પટેલે પત્રકારો સાથે વાતચીત કરી હતી. હાર્દિકે કહ્યું કે હું કોંગ્રેસનો સભ્ય છું, કોંગ્રેસ માટે પ્રચાર કરું જે ક્યાંકને ક્યાંક ભાજપને ખટકે છે. હું ગરીબોની વાત કરું છું તેનાથી ભાજપ ચિંતામાં છે. અગાઉ પણ મને ભાજપના માણસો દ્વારા ધમકી અને વિરોધ કરવામાં આવ્યો હતો. અમારા જેવા નેતાઓ સુરક્ષીત નથી તો સામાન્યની જનતાની સુરક્ષા પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.

અહીં ક્લિક કરી વાંચોઃ જાણો કોણ છે હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિ

આ ઉપરાંત હાર્દિક પટેલને લાફો મારવાના મામલે નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકારણમાં પોતાના વિચારો રજૂ કરવાનો દરેકને અધિકાર છે. કોઈપણ વ્યક્તિ કે નાનો કાર્યકર રાજકારણની સભાઓમાં પોતાનો મત રજૂ કરવા એ દરેકને અધિકાર છે. હાર્દિક પર જે હુમલો થયો તે સહેજ પણ યોગ્ય નથી. લોકશાહીમાં કોઈપણ નો વિરોધ કરવો હોય તો આ પ્રકારે વિરોધ કરવો ખોટો છે. લોકશાહીમાં વિરોધમાં ન્યાયિક કેટલીક રીતો ઉપલબ્ધ છે .
First published: April 19, 2019
વધુ વાંચો
अगली ख़बर