હાર્દિક પટેલે શું કહ્યું જસદણ ચૂંટણી પરિણામ મુદ્દે ?

 • Share this:
  જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત બાદ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે. હાર્દિકે જણાવ્યું ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે જનતાનો જે આદેશ હોય તે સ્વીકારવો પડે, જો કે હાર્દિકે ભાજપની સરકાર પર પ્રહારો પણ કર્યા જેમાં તેણે જણાવ્યું કે સત્તાપક્ષે સમગ્ર પ્રસાશન લગાવી દીધું તેમ છતા માત્ર 20 હજારની લીડથી જીતવું અયોગ્ય કહેવાય.

  પાટીદાર અનામત આંદોલન સમિતી દ્વારા હાલ રાજ્યભરમાં ખેડૂત વેદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા હાલ અમરેલી ખાતે પહોંચી છે, હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિત તમામ પાસ કન્વીનરો દ્વારા યાત્રાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

  જસદણ પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે ત્યારે અમરેલ જિલ્લા 3 દિવસથી પદયાત્રા કરનાર હાર્દિક પટેલે અમરેલીના બગસરા ખાતે પરિણામને લઇને જણાવ્યું હતું કે, જનતાનો જે આદેશ હોય તે સ્વીકારવો પડે. સત્તા પક્ષે IPS, IAS, મિનિસ્ટરો સહિત આખું પ્રસાશન કામે લગાડી દીધું હતું છતાં 20 હજાર મતથી જીત થતા હું આ જીતને બહુ મોટી માનતો નથી.

  બીજી બાજુ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ હાર સ્વીકારી છે, તેઓએ કહ્યું કે જનાદેશનો અમે સ્વીકાર કરીએ છીએ. ટ્વીટ કરી પરેશ ધાનાણી જણાવ્યું કે જસદણ ચૂંટણી સામાન્ય માણસ અને સરકાર વચ્ચે સીધો જંગ હતો, સામાન્ય માણસ સામે સીએમ અને બે કેબિનેટ મંત્રીઓના મતવિસ્તાર છે. જો કે ભાજપે ધનબળ અને સરકારી મશીનરીનો દૂરોપયોગ કર્યો છે. સામાન્ય માણસના સ્વાભિમાનને કચડવામાં ભાજપે સફળતા મેળવી છે.
  Published by:Sanjay Vaghela
  First published: