Home /News /gujarat /

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે હાર્દિક પટેલની હાજરીમાં રાજકોટમાં મિટિંગ થશે

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે હાર્દિક પટેલની હાજરીમાં રાજકોટમાં મિટિંગ થશે

હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા ફાઇલ તસવીર

આજે રાજકોટમાં આવેલા સરદાર ભવન ખાતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ-હાર્દિક પટેલની હાજરીમાં યોજાનારી બેઠકમાં અલ્પેશની જેલ મુક્તિ માટે રણનીતિ ઘડાશે.

  ન્યૂઝ 18 ગુજરાતી : પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર અલ્પેશ કીથીરિયાને જેલ મુક્ત કરવાની માંગણી સાથે ફરી વાર આંદોલનકારીઓ મેદાને આવ્યા છે. કથીરિયાને જેલ મુક્તિ માટે આજે 1 મેના રોજ રાજકોટ ખાતે એક મીટિંગનું આયોજન કરાયું છે. રાજકોટમાં બપોરે યોજાનારી મીટિંગમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલના સહિતના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

  રાજકોટમાં આવેલા ખોડલધામ સંસ્થાના સરદાર ભવન ખાતે જેલવાસ ભોગવી રહેલા કથીરિયાને કેવી રીતે છોડાવવો તેનું આયોજન કરવામાં આવશે. આ મીટિંગ બાદ ભવિષ્યમાં આ જ વિષયના સંદર્ભમાં ઊંઝા ખાતે આવેલી ઊમિયા ધામ સંસ્થામાં પણ એક મીટિંગ થશે.

  ઉલ્લેખનીય છે કે આંદોલન બાદ થયેલા પોલીસ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા જામીન પર બહાર હતા તે દરમિયાન સુરત ખાતે પોલીસ સાથે થયેલી અથડામણ બાદ ફરીથી તેમની ધરપકડ કરી અને તેમને જેલ હવાલે કરાયા હતા. ચૂંટણી દરમિયાન પણ અનેક વાર હાર્દિક પટેલની સભામાં પાટીદારોએ અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે દેખાવો યોજ્યા હતા ત્યારે હવે પાટીદારો આ દિશામાં ફરીથી આંદોલન કરવાનું આયોજન કરે તેવી શક્યતા છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Alpesh Kathiriya, Pass, હાર્દિક પટેલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन