Home /News /gujarat /

દીકરીઓ ઓછી તે ગામોમાં બે દીકરીઓવાળા મા-બાપનાં સન્માન કરાશે

દીકરીઓ ઓછી તે ગામોમાં બે દીકરીઓવાળા મા-બાપનાં સન્માન કરાશે

પ્રતિકાત્મક તસવીર

પીએનડીટીની બેઠકમાં નવા સોનોગ્રાફી સેન્ટરની અરજી સંદર્ભે ચર્ચા-વિચારણા કરી બે નવા સોનોગ્રાફી સેન્ટરને માન્યતા આપવામાં આવી હતી.

    ભુજ: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપ્રોપિએટ ઓથોરિટીનાં અધ્યક્ષસ્થાને મળેલી પીએનડીટી બેઠકમાં દીકરીનો જન્મ ઓછો છે, તેવાં ગામમાં બે દીકરીવાળા મા-બાપનાં સન્માન સાથે દિકરીનાં મહત્વ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજવા તાલુકા હેલ્થ ઓફિસરને જણાવાયું હતું. પીએનડીટીની બેઠકમાં નવા સોનોગ્રાફી સેન્ટરની અરજી સંદર્ભે ચર્ચા-વિચારણા કરી બે નવા સોનોગ્રાફી સેન્ટરને માન્યતા આપવામાં આવી હતી. ઉપરાંત ચાર સેન્ટરને રીન્યુઅલ તરીકે માન્યતા આપવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે, કચ્છમાં હાલમાં ૧૨૪ સોનોગ્રાફી સેન્ટર કાર્યરત છે. દીકરીના મહત્વ અંગે જનજાગૃતિ માટે તાલુકાકક્ષાએ વકતૃત્વ સ્પર્ધા યોજવા અને પ્રોત્સાહક ઈનામ આપી પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું.

    પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો માટે દાતાઓ આગળ આવ્યા

    ભુજ: પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ અસંગઠ્ઠીત કારીગરો માટેની પેન્શન યોજના અમલી કરવામાં આવેલ છે. જેમાં જેઓની માસિક આવક રૂ.૧૫૦૦૦/- થી ઓછી હોય તથા ૧૮ થી ૪૦ વર્ષની ઉંમર સુધીના સભ્યો આ યોજનામાં લાભ લઇ શકશે. જેના માટે દરેક સભ્યએ પોતાનો આધારકાર્ડ, મોબાઇલ નંબર તથા બેંકની પાસબુક આર.ટી.ઓ કચેરી-કચ્છ-ભુજ, મોટર વાહન નિરીક્ષકની કચેરી, ગળપાદર રોડ- ગાંધીધામ, કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન, નળવાળા સર્કલ પાસે, કિશાન લોજ પાછળ, માધાપર હાઈવે-ભુજ-કચ્છ સ્થળોએ રજુ કર્યેથી ત્વરીત તેઓને લાભાર્થીનો કાર્ડ કાઢી આપવામાં આવશે.

    વધુમાં જણાવવાનું કે, જે તદન આર્થિક રીતે નબળી ૧૦૦૦ વ્યકિતઓનું વિવિધ દાતાઓ તરફથી પહેલું પ્રિમિયમ ૨૫૦ જેટલી વ્યકિતનું પ્રિમિયમ આર.ટી.ઓ કચેરી-ભુજ સ્ટાફ તરફથી, ૨૫૦ વ્યકિતનું પ્રિમિયમ નવઘણભાઇ આહિર, કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન, ભુજ તરફથી, ૨૫૦ વ્યકિતનું ભુજ મોટરીંગ પબ્લીકના પ્રતિનિધિ ઉંમરભાઇ સમા, હિમાંસુ ગોર, દામજીભાઇ આહિર તથા સંજુભાઇ રામાનુજ તરફથી અને ૨૫૦ વ્યકિતનું ગાંધીધામ મોટરીંગ પબ્લીકના પ્રતિનિધિ મુસાભાઇ સમા, રાજેશભાઇ કોટક, યોગેશભાઇ વેદાંત અને બી.એ. શાહ તરફથી તરફથી ભરી આપવામાં આવશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

    ૧૫મીથી લધુતમ ટેકાના ભાવથી ઘઉંની સીધી ખરીદી શરૂ થશે

    રવી માર્કેટીંગ સીઝન અને સને ૨૦૧૯-૨૦ અંતર્ગત રાજય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી આગામી તા.૧૫મી માર્ચ-૨૦૧૯થી શરૂ થનાર છે. રાજય સરકારે લધુતમ ટેકાના પ્રતિ કિવ. ૧૮૪૦/- નકકી કર્યા છે. ખરીદી માટે ઘઉંનો જથ્થો વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઇન http://pds.gujarat.gov.in ઉપર નોંધણી તા.૧લી માર્ચ-૨૦૧૯થી શરૂ કરવામાં આવશે તે માટે ખેડૂતોએ તાલુકા કક્ષાએ પુરવઠા વિભાગના ગોડાઉન કેન્દ્રોનો સંપર્ક કરવા જણાવાયું છે.

    મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપ્રોપિએટ ઓથોરિટીનાં અધ્યક્ષસ્થાને ગઇકાલે સાંજે મળેલી પીએનડીટી બેઠકમાં દિકરીનો જન્મ ઓછો છે, તેવાં ગામમાં બે દિકરીવાળાનાં સન્માન સાથે દિકરીનાં મહત્વ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજવા તાલુકા હેલ્થ ઓફિસરને જણાવાયું હતું.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Gujarat Government, Kutch, MSP, ગુજરાત

    આગામી સમાચાર