સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પેરા મેડીકલના વિદ્યાર્થીઓનો ઉગ્ર સૂત્રોચ્ચાર, કહ્યું- ડિગ્રી જોઈએ છે મોત નહીં


Updated: July 15, 2020, 3:24 PM IST
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પેરા મેડીકલના વિદ્યાર્થીઓનો ઉગ્ર સૂત્રોચ્ચાર, કહ્યું- ડિગ્રી જોઈએ છે મોત નહીં
પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં કોરોનાનાં કારણે 24 કલાકમાં 9 દર્દીઓના મોત

  • Share this:
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 25મી તારીખેથી મેડિકલ અને પેરામેડિકલની પરીક્ષા લેવાનું શરૂ કરવામાં આવનાર છે ત્યારે પેરામેડિકલના વિદ્યાર્થીઓ તેમજ એનએસયુઆઇ દ્વારા પરીક્ષા મામલે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બપોરના બાર વાગ્યા બાદ પેરામેડિકલના વિદ્યાર્થીઓ તેમજ એનએસયુઆઇના હોદેદારો તેમજ કાર્યકર્તાઓ કુલપતિને મળવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડીગ્રી જોઈએ છે પરંતુ મોત નહીંના સૂત્રોચાર કર્યા હતા તો સાથે જ કુલપતિને મળીને ઓફલાઈન નહીં પરંતુ ઓનલાઇન પરીક્ષા લેવા વિનંતી પણ કરી હતી.

આ સાથે એ પણ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે સેન્ટરોની ફાળવણી કરવામાં આવી છે તે પૈકી એક જગ્યાએ હાલ કોવિડ કેર સેન્ટર પણ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ એનએસયુઆઇના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યો હતો. જો આગામી દિવસોમાં ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે તો કોરોના સંક્રમણના કિસ્સા પણ સામે આવશે ત્યારે આ સંજોગોમાં જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા કોરોના સંક્રમિત થશે તો તેનો ખર્ચો યુનિવર્સિટી ઉઠાવે તેવી માંગ પણ કરી હતી જે સંદર્ભમાં કુલપતિ અને ઉપકુલપતિ સાથે એક બેઠક પણ યોજાઈ હતી.

આ પણ વાંચો - 4200 પે ગ્રેડ : ગુજરાત સરકાર સામે 6,000થી વધુ શિક્ષકોએ કર્યા એક દિવસના પ્રતિક ઉપવાસ

બેઠકના અંતે કુલપતિ નીતિન પેથાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં આ મામલે સિન્ડિકેટની બેઠક બોલાવવામાં આવશે જે બેઠકમાં આગામી દિવસોમાં જે પરીક્ષા લેવાની છે તે પરીક્ષામાં જે પરીક્ષાર્થીઓ બેસવાના છે તેમના માટે વીમો લેવો કે કેમ વીમો લેવો તો કેટલા રૂપિયાનો લેવો તે તમામ બાબતો અંગે ચર્ચા પણ કરવામાં આવશે.

રાજકોટમાં કોરોનાનાં કારણે 24 કલાકમાં 9 દર્દીઓના મોતરાજકોટમાં કોરોનાના કારણે 24 કલાકમાં 9 દર્દીઓના નિપજ્યા મોત કોરોના વાયરસનો આંક જિલ્લામાં 316 પર પહોંચ્યો છે. જ્યારે શહેરમાં આંક 460 પર પહોંચ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ ધોરાજી શહેર તેમજ ધોરાજી તાલુકામાં નોંધાયેલા છે.
Published by: Ashish Goyal
First published: July 15, 2020, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading