Home /News /gujarat /

સુરેન્દ્રનગરના ચોટીલામાં કોર્ટની કાર્યવાહી જોવા દીપડો આવ્યો અને પછી...!

સુરેન્દ્રનગરના ચોટીલામાં કોર્ટની કાર્યવાહી જોવા દીપડો આવ્યો અને પછી...!

Stalking leopard

દીપડો જયારે કોર્ટમાં ઘુસ્યો ત્યારે કોર્ટની કાર્યવાહી ચાલુ હતી

    રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સચિવાલય, ઘરમાં, કોલેજમાં, ખેતરમાં કે નિશાળમાં દીપડા કે સિંહો ઘુસી જવાની ઘટના તમે સાંભળી હશે.

    ગાંધીનગરના સચિવાલય સંકુલમાં દીપડો ઘુસી ગયો ત્યારે સમગ્ર વ્યવસ્થા તંત્ર ધંધે લાગી ગયું હતું અને સચિવાલયની સુરક્ષા સામે પ્રશ્નો થયા હતા.

    હવે એક નવી જગ્યા દીપડાએ શોધી કાઢી છે. આ વખતે દીપડાને કોર્ટની કામગીરી જોવાની ઈચ્છા થઇ આવી અને સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલી કોર્ટમાં દીપડો ઘુસી ગયો

    આ ઘટના આજે એટલે કે શુક્રવારે સવારે લગભગ 11.45ની આસપાસ બની. દીપડો જયારે કોર્ટમાં ઘુસ્યો ત્યારે કોર્ટની કાર્યવાહી ચાલુ હતી. દીપડાને જોતા જ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો અને નાસભાગ મચી ગઈ.

    આ દીપડાને જબ્બે કરવા તાબડતોબ વનવિભાગના કર્મચારીઓને બોલવવામાં આવ્યા છે અને આ લખાઈ રહ્યું છે ત્યાંસુધી દીપડાને પકડવાની કામગીરી વનવિભાગે આ આરંભી દીધી છે.

    ઉલ્લેખનીય છે કે, ચોટીલાના ડુંગરાળ વિસ્તારોમાં દીપડાનું સામાન્ય સંજોગોમાં દેખા દેતા હોય છે
    Published by:sanjay kachot
    First published:

    Tags: Chotila, Forest Department, Panther, Surendranagar, કોર્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन