શહીદોના પરિવારને મદદ થવા ડે. કલેકટર પંકજસિંહજી કે. જાડેજા મેમોરીયલ ગ્રુપનું આહવાન

કલેકટર પંકજસિંહજી કે. જાડેજા મેમોરીયલ ગ્રુપ દ્વારા શહીદોના પરિવારજનોને રૂ. 25000/- નું આર્થિક અનુદાન.

કલેકટર પંકજસિંહજી કે. જાડેજા મેમોરીયલ ગ્રુપ દ્વારા શહીદોના પરિવારજનોને રૂ. 25000/- નું આર્થિક અનુદાન.

  • Share this:
    જમ્‍મુ – કાશ્‍મીરના પુલવામાં તા. 14/02/2019 નાં આત્‍મધાતી હુમલામાં આપણાં દેશના 44 જેટલાં જવાનો શહીદ થયાના સમાચાર સાંભળી સમગ્ર રાષ્‍ટ્ર શોકગ્રસ્‍ત અને સ્‍તબ્‍ધ છે. આવા કટોકટીના સમયે શહીદ થયેલાઓના પરિવારજનોને સાંત્‍વના અને શ્રધ્‍ધાંજલિ આપવાની સાથે સાથે પોતાની શકિત મુજબ યથાયોગ્‍ય આર્થિક સહયોગ આપવાની રાષ્‍ટ્રના દરેક નાગરીકની ફરજ છે. આ માટે ડે. કલેકટર પંકજસિંહજી કે. જાડેજા મેમોરીયલ ગ્રુપ કે જેઓ રાજકોટ અને જામનગર જીલ્‍લામાં બ્‍લડ ડોનેશન કેમ્‍પ, વસ્‍ત્રદાન, મેડીકલ સહાય કેમ્‍પ જેવી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ત્રણ વર્ષ પહેલાં અકસ્‍માતમાં નિધન પામેલાં પ્રખર રાષ્‍ટ્રવાદી અને ગુજરાત સરકારના કર્મનિષ્‍ઠ અધિકારી પંકજસિંહજીની યાદમાં તેઓના બહોળા મિત્રવર્તુળ તથા પરિવારજનોના દ્વારા કરવામાં આવે છે.

    આ કપરીવેળાએ શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા આ મેમોરીયલ ગ્રુપના માધ્‍યમથી શ્રી પંકજસિંહના ‍પિતા પ્રોફે. કે. યુ. જાડેજા (નિવૃત અધ્‍યાપક) અને અનુજશ્રી ડો. એ. કે. જાડેજા (ડે. રજીસ્‍ટ્રાર-ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી) દ્વારા રૂ. 25000/- શહીદ કલ્‍યાણ નિ‍ધિમાં આપવાની જાહેરાત કરેલ છે. તેમજ સમાજના દરેક વર્ગ અને અલગ અલગ સામાજીક સંસ્‍થાને અપીલ કરે છે કે, ફકત સોશ્‍યલ મીડીયા અને અન્‍ય માધ્‍યમો દ્વારા પોતાનો રોષ ઠાલવવાની જગ્‍યાએ એક દિવસ પાન – ગુટકા – ચા જેવા વ્‍યસનોનો ત્‍યાગ કરી અથવા એક દિવસ ચાલીને જઇને પેટ્રોલની બચત કરી, વિદ્યાર્થીઓએ પણ રોજબરોજના ખર્ચની રકમમાં નજીવો કાપ મુકીને પણ યથાયોગ્‍ય આર્થિક સહયોગ શહીદોના પરિવારજનોને કરવામાં આવે, તો એ સાચી અને યોગ્‍ય શ્રધ્‍ધાંજલિ ગણાશે.

    ખરેખર આપણે જો શહીદોની યાદમાં તેમના પરિવારો માટે કંઇક કરવા માંગતાં હોઇએ તો, બોલીવુડના ખ્‍યાતનામ સ્‍ટાર અક્ષયકુમારે સને-2017 થી લોંચ કરેલી “ભારત કે વીર” મોબાઇલ એપ્‍લીકેશન ગુગલ પ્‍લે સ્‍ટોરમાંથી ડાઉનલોડ કરવી જોઇએ. ભારત સરકારના સહયોગથી શરૂ કરેલી આ વેબસાઈટ અને મોબાઇલ એપ્‍લીકેશન દ્વારા શહીદ થયેલ જવાનોના પરિવારને આપ Direct Fund સહાય પહોંચાડી શકો છો. આ એપ્‍લીકેશનમાં શહીદ થયેલા જવાનોની અને તેના પરિવારજનમાં કોણ વારસદાર છે વિગતો હોય છે અને બેંક એકાઉન્‍ટની વિગતો પણ હોય છે. આ એપ્‍લીકેશનમાં શહીદોના નામથી સર્ચ કરી શકાય છે અને તમે જેને ઇચ્‍છો તે શહીદ પરિવારને નાણાંકીય સહાય આપી શકો છો. આ ઉપરાંત દરેક જીલ્‍લામાં સૈનિક વેલફેર ફંડ હોય છે તેનો પણ સંપર્ક કરીને શહીદોના પરિવારજનોને નાણાંકીય સહાય આપવા આ મેમોરીયલ ગ્રુપ દરેક દેશવાસીને આહવાન કરે છે.

    એક બની – નેક બની રાષ્‍ટ્ર માટે સમર્પિત બનીએ - રાષ્‍ટ્રના દરેક નાગરિકનું સમર્પણ મેળવીએ તો જ આવા રાષ્‍ટ્રવિરોધી તત્‍વો બીજીવાર આવા હુમલા કરતાં અટકશે.
    Published by:Sanjay Vaghela
    First published: