Home /News /gujarat /રાજકોટ : કોરોના જાગૃતિરથને વિપક્ષ નેતાએ લીલી ઝંડી આપી, લોકાર્પણ માટે શાસક પક્ષને સમય નહીં હોવાનો આક્ષેપ

રાજકોટ : કોરોના જાગૃતિરથને વિપક્ષ નેતાએ લીલી ઝંડી આપી, લોકાર્પણ માટે શાસક પક્ષને સમય નહીં હોવાનો આક્ષેપ

બીજી તરફ શાસક પક્ષ કહે છે કે આ રથ મનપાનો નથી વિપક્ષ ખાલી-ખાલી મનપા પર આરોપો લગાવી રહ્યું છે

બીજી તરફ શાસક પક્ષ કહે છે કે આ રથ મનપાનો નથી વિપક્ષ ખાલી-ખાલી મનપા પર આરોપો લગાવી રહ્યું છે

    રાજકોટ : રાજકોટ મનપામાં કોરોનાના જાગૃતિરથને લઈને રાજકારણ ગરમાયુ છે. આજે રાજકોટમાં કોરોના જાગૃતિ માટે રથનું ઓપનિંગ કરવાનો સમય શાસકોને ના મળતા વિરોધ પક્ષ કોંગ્રેસે જાગૃતિ રથનું ઓપનિંગ કરી નાખ્યું હતું. રથના ઓપનિંગ માટે મેયર ન પહોંચતા વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ ઓપનિંગ કરી નાખતાં રાજકારણ ગરમાયુ છે.

    જાગૃતિ માટે રથમાં આવેલ રંગલા-રંગલી મેયરની સવારથી રાહ જોતા હતા, ત્યારે મનપા વિરોધ પક્ષના નેતા પહોંચી ગયા હતા અને રથને લીલી ઝંડી આપી દીધી હતી. આ તરફ રાજકોટ મહાનગરપાલિકાના મેયરને રથ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં ધનવંતરી રથ અને 104ની સેવા જ ચાલુ છે. મને ખબર નથી આ રથ શેનો છે. કોને મોકલ્યો છે. મનપાનો રથ નથી. સરકારે આ રથ ગામડાની જાગૃતિ માટે જિલ્લા કલેકટરને મોકલ્યો હોઈ શકે છે. આ સમયે મેયર બીનાબેન આચાર્યેએ વિરોધપક્ષ પર પ્રહારો કર્યા હતા.

    આ પણ વાંચો - Big News: બિહારમાં 28 સપ્ટેમ્બરથી ખુલશે બધી સ્કૂલો, સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ
    " isDesktop="true" id="1027751" >

    મનપાના પટાંગણમાં જ વિપક્ષના નેતાએ રથને લીલીઝંડી આપી હતી અને જનજાગૃતિ માટે જે રંગલા રંગલીના નાટકપાત્ર દ્વારા સમજણ આપવાની હતી તેને મનપાના પટાંગણમાં જ નાટક કરાવ્યું હતું. જોકે રથના પ્રસ્થાન સમયે જ મેયર પણ પોતાની ઓફીસ પહોંચ્યા હતા અને સીધા જ પોતાની ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા. વિરોધ પક્ષ કહી રહ્યો છે કે આ રથનું પ્રસ્થાન શાસક પક્ષે કરાવવાનું હતું. બીજી તરફ શાસક પક્ષ કહી રહ્યો છે કે આ રથ મનપાનો નથી વિપક્ષ ખાલી-ખાલી મનપા પર આરોપો લગાવી રહ્યું છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો